Sunday, 1 March 2020

Movie Review: વાંચો સંબંધોની ખટમધૂરી સફર દર્શાવતી ‘ગોળકેરી’ કેવી છે?






કાસ્ટઃ મલ્હાર ઠાકર, માનસી ગોહિલ, સચિન ખેડેકર, વંદના પાઠક

ડિરેક્ટરઃ વિરલ શાહ

આ છે ફિલ્મની વાર્તા

        ફિલ્મની સ્ટોરી એક એવા કપલની છે, જેમની સરસ ચાલતી રિલેશનશિપમાં ખટરાગ ઉભો થાય છે. મધુરી લવસ્ટોરીમાં ખટાશ આવે છે. પછી સાહિલ અને હર્ષિતાને ભેગા કરવા માટે સાહિલના મમ્મી પપ્પા સાવ સામાન્ય રીતે જે પ્રયત્નો કરે છે, એની વાત ફિલ્મમાં દર્શાવાઈ છે. ગોળકેરી મરાઠી ફિલ્મ મુરંબાની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મની ખૂબી છે કે ખૂબ જ ઓછા પાત્રો સાથે ઈમોશનલથી લઈને કોમેડી સુધીના સીન આવરી લેવાયા છે.

અહીં છે ફિલ્મની મધુરી વાત

        ખટમધુરી ગોળકેરીની મધુરી વાત એ છે કે મુખ્ય મુદ્દાની સાથે સાથે નાના નાના મેસેજ એવા સરસ પાસ કરાયા છે કે ઓડિયન્સને પણ મજા કરે છે. મુખ્ય મજા તો એ છે કે જમાના સાથે મમ્મી પપ્પાઓ પણ મોડર્ન થઈ રહ્યા છે. એક માં પોતાના દીકરાને કેટલો સમજે છે, એ દીકરાને સમજાતુ નથી. આ સીન ગમે એવો છે. તો માતા-પિતા માટે પણ ફિલ્મ જોવા જેવી છે, કે કઈ રીતે સમય સાથે નવા પ્રવાહોને અપનાવવા જોઈએ. 

એક્ટિંગનું અથાણું કેવું છે?

        ફિલ્મની સૌથી બેસ્ટ વાત જો મને લાગી હોય તો એ કે આ વખત મલ્હાર ઠાકર સાવ તેમના સ્ટિરીયોટાઈપ ટિપિકલ અવતારમાં નથી દેખાયા. જો કે કેટલાક સીનમાં વચ્ચે વચ્ચે એ પોતાની સ્ટાઈલના ચમકારા બતાવી દે છે. પરંતુ એમાંય મજા આવે છે. માનસી ગોહિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યો છે. જો કે એક્ટિંગમાં તેમનો અનુભવ સારો એવો છે. સચિન ખેડેકરને ઓરિજિનલ ફિલ્મમાં જેટલી તક મળી હતી, એટલી એક્ટિંગનો દમ બતાવવાની તક અહીં નથી મળી, અથવા તો કહી શકાય કે તે બતાવી નથી શક્યા. વંદન પાઠક પ્રોપર ગુજરાતી મમ્મીના પાત્રમાં જામે છે. સૌથી મજા કરાવે છે ધર્મેશ વ્યાસ. ધર્મેશ વ્યાસનો આમ તો ફિલ્મમાં કેમિયો છે, પણ એક જ સીનમાં તેમણે ખડખડાટ હસાવ્યા છે.

અહીં થોડી ખાટી થઈ ગઈ ફિલ્મ!

        યાર ફિલ્મ રિમેક હોય એટલે બેઠે બેઠા સીન ઉઠાવવા કે ડાઈલોગ્સ પણ કૉપી કરવા જરૂરી નથી. કંઈક તો નવું કરી શકાય ને!! આ નવતરનો ફિલ્મમાં સદંતર અભાવ છે. જો તમે ઓરિજિનલ ફિલ્મ જોઈ હશે તો દરેક સીન કમ્પેર થઈ જ જશે. અને મૂળ ફિલ્મમાં અમેય વાઘનું અગ્રેશન, ગૂંગળામણ મિથીલા પાલકરની ક્યુટનેસની સાથે સાથેની લાગણી જેટલો દમ તો સમોસુ અને હસ્સુના પાત્રમાં નથી જ દેખાતો. એન્ડ પણ એટલો સારો નથી કે દર્શકોને એવું લાગે કે હાશ આખરે બંને મળ્યા ખરા. હેપ્પી એન્ડિંગ પ્રિડિક્ટેબલ હોય પણ ટ્વિસ્ટ પછી આવે તો મજા આવે. જો કે એવું ટ્વિસ્ટ પણ નથી. એટલે ખટમધુરી ગોળકેરીની સફરમાં ખટાશ આવી જાય છે. કદાચ ડિરેક્ટર અહીં ટ્રીટમેન્ટ આપવામાં ઉણા ઉતર્યા છે. અથવા તો થોડા ફેરફાર કરી નવું કરવાનું રિસ્ક લેવાનું ટાળ્યુ છે.

        સરવાળે વાત કરીએ તો ફિલ્મ મમ્મી-પપ્પા અને ગર્લફ્રેન્ડને સાથે લઈને એક વાર જોવા જેવી તો ખરી જ. પણ હા, ઓરિજિનલ ફિલ્મ જોયા પહેલા જોશો તો કદાચ વધુ મજા આવશે

        અમારા તરફથી ખાટીમીઠી ગોળકેરીના અથાણાને 3 સ્ટાર

Sunday, 16 February 2020

Movie Review: થિયેટર્સમાં ‘અફરાતફરી’ મચશે કે નહીં ? વાંચો કેવી છે ફિલ્મ ?



ડિરેક્ટર: વિરલ રાવ
કાસ્ટ: મિત્ર ગઢવી, ચેતન દૈયા, ખુશી શાહ, સ્મિત પંડ્યા, રાગી જાની, પ્રશાંત બારોટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ડિરેક્ટર્સ કંઈક નવું ટ્રાય કરી રહ્યા છે. ત્યારે હવે પહેલીવાર એક હૉરર કોમેડી ગુજરાતી ફિલ્મ અફરા તફરી શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા બહુ સિમ્પલ છે. એક દાદાને પોતાની પૌત્રીના લગ્ન કરાવવા છે, અને આ માટે તે નાટક કરે છે. આ ઘડિયા લગ્ન માટે જે ભાગભાગી શરૂ થાય છે, તેને કારણે આખા ગામમાં અફરા તફરી મચે છે. વચ્ચે ખજાનાની વાત પણ આવે છે.

ક્યારેક ડરાવશે, ક્યારેક હસાવશે !

ફિલ્મની સ્ટાર્ટિંગ સિકવન્સ મસ્ત છે. ખરેખર ફિલ્મ શરૂ થતા જ થોડોક ડર તો મનમાં બેસી જ જાય છે. જો કે વચ્ચે પાછી હોરરવાળી વાત ગાયબ થઈને ફિલ્મ કોમેડીના હાઈવે પર પૂરપાટ ભાગે છે., ફિલ્મની સ્ટોરીમાં થોડા ઘણા વીક પોઈન્ટ્સ છે. એક તો ચાર ચોરની એન્ટ્રી શા માટે થાય છે એ સમજાતુ નથી. વળી ખજાનો તો ફિલ્મ પૂરી થતા થતા ખોવાઈ જાય છે. ફર્સ્ટ હાફમાં સ્મિત પંડ્યાની એન્ટ્રી સમયે ફિલ્મ થોડી ખેંચાય છે. સેકન્ડ હાફમાં પણ અમુક સીન્સ ટૂંકા હોત તો વધુ જામત. પણ મજાની વાત એ છે કે ફિલ્મ એટલુ હસાવશે કે તમે આ બધા જ સવાલો ભૂલી જશો. પ્રિયદર્શન અને રોહિત શેટ્ટી સ્ટાઈલ કોમેડી ફિલ્મ તમને પેટ પકડીને હસવા મજબૂર કરશે.

ડાઈલોગ્સ તો કિડનીમાં કાણું પાડશે!’
       
આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે એના ડાઈલોગ્સ અને સ્ક્રીનપ્લે. વનલાઈનર્સ એટલા મસ્ત છે કે થિયેટર્સની બહાર નીકળીને પણ તમને યાદ રહી જશે. મુ બાધાનો સુ જેવા વનલાઈનર્સમાં તમે તાળીઓ પાડીને હસશો. મસ્ત વાત એ છે કે ફિલ્મના ડાઈલોગ્સ જાણીતા એક્ટર જયેશ મોરે અને હેમિન ત્રિવેદીએ લખ્યા છે. અને બંને હસાવવામાં 100 ટકા સફળ થયા છે.

એક્ટિંગ છે મસ્ત

        ફિલ્મની સ્ટોરીમાં ભલે થોડા ગોટાળા હોય, પણ એક્ટર્સે આખી ફિલ્મ ઉંચકી લીધી છે. રાગી જાની, પ્રશાંત બારોટ, સ્મિત પંડ્યા, મિત્ર ગઢવી આ તમામ એક્ટર્સનો કોમિક ટાઈમિંગ શાનદાર છે. ફિલ્મમાં રાગી જાનીના પત્નીનો રોલ કરી રહેલા એક્ટ્રેસ જાગૃતિ ગોસ્વામી પણ તમને યાદ રહી જશે. RJ હર્ષિલને ખાસ કંઈક કરવાનું ભાગે આવ્યુ નથી. સીન્સ મળ્યા છે, પણ ઈમ્પેક્ટફુલ નથી. આ ફિલ્મના ધોની છે એક્ટર ચેતન ધૈયા. ચેતન ધૈયા ફિલ્મની શરૂઆતથી અંત સુધી સ્ક્રીન પર છવાયેલા રહે છે, જ્યારે જ્યારે એમનું પાત્ર દેખાય ત્યારે હસ્યા વિના ન રહી શકો. તો સ્મિત પંડ્યા પણ પોતાની સ્ટાઈલની કોમેડીથી મજા કરાવે છે.

              સરવાળે કહીએ તો ફિલ્મ જોવાલાયક તો છે. પહેલા કહ્યું એમ પ્રિયદર્શન અને રોહિત શેટ્ટી સ્ટાઈલ કોમેડી ફિલ્મ છે. સવા બે કલાક તમે બીધુ બધુ ભૂલીને ખડખડાટ હસશો. એટલે વીક એન્ડમાં એકવાર તો જોઈ જ નાખવી જોઈએ.

ફિલ્મને 5માંથી 3 સ્ટાર


Friday, 14 February 2020

17 વર્ષ બાદ ફરી ગુજરાતી ફિલ્મમાં દેખાશે મરાઠી એક્ટર સચિન ખેડેકર




બોલીવુડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખ્યાતનામ એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં સિલ્વર સ્ક્રીન પર આવી રહ્યા છે. મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ સ્ટારર ગુજરાતી ફિલ્મ ગોળકેરીમાં સચિન ખેડેકર જોવા મળશે. ગુજરાતી ફિલ્મ ગોળકેરી 28 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. હાલ ફિલ્મની કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ટ્રેલરને લોકોએ વખાણ્યુ છે.


ફરી દેખાશે સચિન ખેડેકર

જો કે આ ફિલ્મની સિંગર માનસી પારેખ ગોહિલ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા તેઓ મલ્હાર સાથે વેબસિરીઝ ડુ નોટ ડિસ્ટર્બમાં દેખાયા હતા. ઉપરાંત બોલીવુડમાં પણ તે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં આ તેમનો ડેબ્યુ છે. સાથે જ આ ફિલ્મની મહત્વની વાત એ પણ છે કે મરાઠી એક્ટર સચિન ખેડેકર ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં દેખાવાના છે.




2002માં આવી હતી ફિલ્મ

આ પહેલા 2002માં આવેલી ફિલ્મ પૈસો મારો પરમેશ્વરમાં સચિન ખેડેકર કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મને શૈલેષ ગંગલાણીએ પ્રોડ્યુસ કરી હતી તો, ક્રિશ્નારાવ ચેકુરુએ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી પણ હતા. સચિન ખેડેકર અને દિશા વાકાણી સાથે જીત ઉપેન્દ્ર અને કલ્યાણીએ પણ આ ફિલ્મમાં કામ કર્યુ હતુ.

મરાઠી ઈન્ડસ્ટ્રીનું મોટુ નામ

ઉલ્લેખનીય છે કે સચિન ખેડેકર મરાઠીમાં શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પણ ઘણું કામ કરી ચૂક્યા છે. બોલીવુડમાં સચિન ખેડેકરના નામે જુડવા 2, તેરે નામ, ટોઈલેટઃ એક પ્રેમકથા, ઘાયલ વન્સ અગેઈન સહિતની ફિલ્મો છે.

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...