આ સમયગાળા માં બધી જ કોલેજ તેમજ યુની. માં પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ચુકી છે અને બધે જ નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ પણ થઇ ચુક્યો છે. ત્યારે દરેક શાળા-કોલેજ પોતાના વિદ્યાર્થીઓને કૈંક નવું
શીખવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. તેમાં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ પોતાના વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને તે માટે અંબર કાંતણ , ગ્લાસ બ્લોઇંગ , કાગળ ઉદ્યોગ, જેવા ઉધોગ ચલાવે છે.
નવા સત્ર ના પ્રારંભથી જ ગૂજરાત વિદ્યાપીઠ માં પ્રથમ વાર જ skrin painting નો ઉદ્યોગ શરુ થવા જઈ રહ્યો છે. નામ પરથી લાગે છે તેમ આ કોઈ પેઈન્ટીગ નો ઉદ્યોગ નથી પણ ડીઝાઈનીંગ નો ઉદ્યોગ છે. જેમાં વિદ્યાર્થીઓને આમંત્રણ પત્રિકા, કંકોત્રી , વીઝીટીંગ કાર્ડ વગેરે ની ડીઝાઇન તૈયાર કરતા તેમજ તેનું ઉત્પાદન કરતા શીખાવવા માં આવશે.
આ બાબત ઉપર વધુ પ્રકાશ પડતા આ ઉદ્યોગ ના પ્રશિક્ષક શ્રી નયનભાઈ જોશી એ જણાવ્યું હતું કે , "વિદ્યાપીઠ દરેક કામ માં સ્વાવલંબી થવા ઈચ્છે છે . દરેક મહીનામાં વિદ્યાપીઠ ના પરિસર માં લગભગ પાંચ થી છ કાર્યક્રમો યોજાતા હોય છે. જેની આમંત્રણ પત્રિકાઓ અમે બહાર તૈયાર કરવીએ છીએ , પરંતુ આ વરસ થી અમે આ બાબત માં પણ સ્વાવલંબી થવાનું વિચારીને skrin painting નો નવો જેમાં વિદ્યાપીઠ પરિસર માં વિદ્યાપીઠ દ્વારા યોજાતા બધાજ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા, તેમજ વિદ્યાપીઠ ના દરેક શિક્ષક ના વીઝીટીંગ કાર્ડ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે "
વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ માં પણ આગળ વધે તેવું દરેક શિક્ષણ સંસ્થાઓ ઈચ્છતી હોય છે . આજે જયારે શિક્ષણ એક વેપાર બની ચુક્યું છે ત્યારે વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓને નવી નવી પ્રવૃત્તિઓ શીખવવા માં આવે છે. તેથી જ 'ગૂજરાત વિદ્યાપીઠ' બીજી શિક્ષણ સંસ્થાઓ કરતા જુદી પડે છે .