સ્ટાર કાસ્ટઃ ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, રાગી જાની
રાઈટર / ડિરેક્ટરઃ ઋતુલ પટેલ
પપ્પા તમને નહીં સમયાજ પછી ભવ્ય ગાંધીની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. જો કે પહેલી ફિલ્મમાં તે એકલો જ લીડમાં હતો, અને આ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. ઓવરલ ફિલ્મ સારી છે, ક્યાંક ક્યાંક લૂપહોલ્સ છે. પરંતુ એક વખત જોવાની તો મજા આવશે જ.
કહાની કુછ ઐસી હૈ...
ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં એ જ મિત્રોની વાત છે. છેલ્લો દિવસ, દુનિયાદારી, બે યાર, શું થયું જેવી ફિલ્મોમાં પણ ફ્રેન્ડ્ઝની જ સ્ટોરી હતી, આમાં પણ એ જ બેઝ છે. જો કે સારી વાત એ છે કે થોડું જુદુ રખાયું છે. ફ્રેન્ડઝની મસ્તી છે, પરંતુ કોલેજની ટપોરી ગીરીથી દૂર રખાઈ છે. વાત એવા મિત્રોની છે, જેમને સાથે મળીને બિઝનેસ કરવો છે. આ માટે આખી ટીમ એક રિયાલિટી શોમાં ભાગ લે છે. પછી રિયાલિટી શૉની સ્ટ્રગલ અને એઝ એસ્પેક્ટેડ ફ્રેન્ડ્ઝ વચ્ચેની ઝઘડા છે. આમ જોવા જાવ તો સ્ટોરી લાઈન નવી નથી. પણ સારી વાત એ છે કે તેને થોડી અલગ રીતે રજૂ કરાઈ છે. એટલે જોવાની મજા પડે છે. જો કે ફિલ્મ બે વાર ફ્લેશબેકમાં જાય છે. ત્યારે કનફ્યુઝન થાય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ છે, પણ થોડું નબળું છે.
એક્ટિંગના આટાપાટા
ભવ્ય ગાંધી હવે પહેલી ફિલ્મ કરતા મેચ્યોર દેખાય છે. ફરી એકવાર પેલા નાના 'ટપુડા' જેવી સ્માઈલ તમને કેટલાક સીનમાં જોવા મળશે (ધ્યાનથી જોશો તો જ!) દેવર્ષિ શાહ પાસેથી થોડી વધુ અપેક્ષા હોય, જો કે તેને સાવ ઈગ્નોર કરી શકાય એવા તો નથી જ. જાનકી બોડીવાલાના રોલમાં ખાસ દમ નથી, તેમ છતાંય તેની હાજરી તો દેખાય જ છે. સંજય ગલસર ફરી એકવાર દમદાર છે. શુભઆરંભ બાદ અહીં પણ તે પહેલા જ સીનથી મજા કરાવે છે. ભૂષણ ભટ્ટ અને સંજય ગલસર છેલ્લા સીન સુધી હસાવે છે. અને બોનસ પોઈન્ટ છે રાગી જાની. કૂલ દાદાનો રોલ તેણે પર્ફેક્ટ પાર પાડ્યો છે. ફરી એકવાર રાગી જાની આ ફિલ્મથી ફૂલ ફોર્મમાં દેખાયા છે. એમાંય રાગી જાનીની એન્ટ્રી જોઈને તો ખડખડાટ હસી પડશો.
દમદાર ડિરેક્શન પણ..
માત્ર 21 વર્ષે ફિલ્મ ડિરક્ટ કરવી, એ પણ સ્ટોરી પોતાની જ લખેલી હોય. અને પાછું મ્યુઝિક પણ કમ્પોઝ કરવું એ નાની સૂની વાત નથી. પહેલી જ ફિલ્મ હોવા છતાંય ઋતુલ પટેલનું ડિરેક્શન સુંદર છે. કેટલાક આઈડિયાઝ મસ્ત છે, જેમ કે શરૂઆતની પ્લેટ્સમાં અસોસિયેટેડ બાય, પાર્ટનર્સના નામ આવે ત્યારે દર્શકો બોર થતા હોય છે, પણ આ ફિલ્મમાં અહીંથી બેક ગ્રાઉન્ડમાં ડાયલોગ્સ શરૂ થાય છે. જે તમને ત્યાંથી જ ઈન્ટ્રેસ્ટ પાડે છે. અમદાવાદની ભાષા પકડવાનો પ્રયત્ન થયો છે, પરંતુ ચાંદવા જેવા શબ્દ સિવાય આ પ્રયત્ન સફળ નથી થયો. પણ વનલાઈનર્સ સારા છે. ઓવરઓલ ડિરેક્શન સારું છે, બસ કેટલાક સીનમાં લૂપ હોલ્સ લાગે.
અહીં લોચા પડ્યા !
સ્ટોરીમાં બે ફ્લેશબેક કન્ફ્યૂઝન ક્રિએટ કરે છે. તો થોડું ઘણું હમ્બગ પણ લાગે. શરૂઆતમાં વરુણનું પાત્ર કે છે કે છેલ્લા રાઉન્ડમાં જ બધાને આઈડિયા ખબર પડશે તો સવાલ એ છે કે રિયાલિટી શૉના જુદા જુદા રાઉન્ડમાં જુદા જુદા ટાસ્ક છે, તો પહેલેથી કેવી રીતે નક્કી થાય કે છેલ્લો રાઉન્ડ શું હશે ? મુશ્કેલીઓ આવે છતાંય આસાનીથી ટીમ જીતતી જાય. ક્યારેક તો લાગે જ નહીં કે આ લોકોને રિયાલિટી શૉ ટફ પડી રહ્યો છે. હાર્દિકનુ ગ્રે શેડનું પાત્ર હજી થોડુ મજબૂત કરીને સ્ટોરી હજી વધુ ઈન્ટ્રેસ્ટિંગ બની શક્તી હતી.
મિડ ડે મીટર : 3 / 5
No comments:
Post a Comment