Sunday, 5 May 2019

PM Narendra Modi બાયોપિકઃમારી મમ્મીએ કહ્યું હતું કે ફિલ્મ નહીં બને-સંદીપ સિંઘ

PM Narendra Modi બાયોપિકઃમારી મમ્મીએ કહ્યું હતું કે ફિલ્મ નહીં બને-સંદીપ સિંઘ
(ડાબેથી) સંદીપ સિંઘ, વિવેક ઓબેરોય અને ઓમંગકુમાર
1) એક જર્નલિસ્ટથી ડિરેક્ટર, પ્રોડ્યુસર સુધીની સફર કેવી રહી છે, કે પછી એમ કહો કે લાઈન કેમ ચેન્જ કરી ?

હું ક્યારે જર્નલિસ્ટ બનવા આવ્યો જ નહોતો. મારો ગોલ નક્કી જ હતો. કે મારે ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો બનાવી છે. ભલે સ્પોટબોય બનવું પડે કે પ્રોડ્યુસર. મને ખબર હતી કે કપૂર કે ખાન મારી સરનેમન નથી એટલે કોઈ મને ભાવ નહીં આપે. એટલે મેં જર્નલિઝમ સિલેક્ટ કર્યું. જર્નલિઝમ દ્વારા લોકોના ઘરે ગયો મળ્યો. ખૂબ ફિલ્મો જોઈએ. ઘણું શીખ્યો. હું નક્કી કરતો હતો કે હું કોનો ઈન્ટરવ્યુ કરીશ. મેં દરેક કેટેગરીના બેસ્ટ લોકોના ઈન્ટરવ્યુ કર્યા છે. મારે જે કરવું હતું એ બેસ્ટ જ કરવું હતું, ભલે સમય લાગે. મને વર્ષમાં 50 ફિલ્મો કરવા માટે ઓફર આવે છે. પણ મારે બનાવવા ખાતર ફિલ્મો નથી બનાવવી. મારે કંઈક બનવા માટે ફિલ્મો બનાવવી છે.

2) પહેલીવાર ક્યારે લાગ્યું કે મોદીજી પર પિક્ચર બનાવવું છે ?

મેં મોદી વિશે વાંચ્યું, રિસર્ચ કર્યું તો લાગ્યુ કે ભઈ આ તો ઝીરો ટુ હીરોની સ્ટોરી છે. મને લાગ્યું કે મારે આ સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જોઈએ એટલે દરેક ચાવાળો, પાન વાળો બીડીવાળો વિચારી શકે કે જો હું વિચારું છું તો હું કંઈક બની શકું છું. દેશ માટે કંઈક કરવાની ચાહ એમની પહેલાથી જ હતી. એટલે તેઓ પોતાનું કામ કરતા ગયા. 40 વર્ષ લાગ્યા પણ આજે પીએમ મોદીએ જગ્યાએ છે જ્યાં આખો દેશ તેમને જોઈ રહ્યો છે. આ ઈન્સપાયરિંગ ઘટના છે. મારે આ ઘટના પહોંચાડવી હતી એટલે મેં ફિલ્મ બનાવી.

3) આ એક બાળકની સફળતાની સ્ટોરી છે કે પછી એક પોલિટિશયનની સ્ટોરી છે ?

આ એક વ્યક્તિની સ્ટોરી છે. એક પુત્ર, એક ભાઈ એક સેવકની સ્ટોરી છે. વડાપ્રધાન તો પછી આવે છે. આ એક વિચારધારાની સ્ટોરી છે.

vivek modi biopic

4) ડિરેક્ટર તરીકે ફરીવાર ઓમંગકુમારને જ કેમ પસંદ કર્યા ?

ઓમંગે મારી સાથે સરબજીત, મેરીકોમ સહિતની બાયોપિક્સ બનાવી છે. આ મારી ચોથી બાયોપિક છે. ઓમંગકુમાર બાયોપિક સારી ડિરેક્ટ કરે છે. ઓમંગ સાથે હું ખૂબ કમ્ફર્ટેબલ છું. એટલે મેં વિચાર્યુ કે એની સાથે જ કામ કરી લઉ.

5) શૂટિંગ દરમિયાન કોઈ એવી સ્થિતિ હતી કે કોઈ એવું ક્રિએટિવ ડિસ્કશન તમારી અને ઓમંગ વચ્ચે થયું હોય? કોઈ અગ્રેસિવ ડિસ્કશન ?

વિચારો જ્યાં સુધી અલગ ન પડે ત્યાં સુધી બે લોકો એક નથી થઈ શક્તા. એટલે ઓમંગ કંઈક અલગ બોલે, હું કંઈક અલગ કહું, એ ચર્ચાનું પરિણામ જ સ્ક્રીન પર જોવા મળે છે. મારા પોલિટિકલ વિચારો અલગ છે, ઓમંગના અલગ છે. ઓમંગ પરિસ્થિતિમાં સુંદરતા જુએ છે, હું રિયાલિટી જોઉં છું. આ મિક્સ્ચર છે એ ભયંકર છે. જ્યાં જે સાચુ છે, એનું ડિસિઝન તમને પડદા પર જોવા મળશે.

6) જ્યારે વિવેક ઓબેરોયનો લૂક રિવીલ થયો ત્યારે લૂક ખૂબ જ ટ્રોલ થયો ત્યારે તમારું રિએક્શન કેવું હતું ?

જો ભાઈ, સોશિયલ મીડિયા સાથે મારે કોઈ લેવા દેવા નથી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં હું માનતો નથી. ફિલ્મો સોશિયલ મીડિયા નહોતું ત્યારે પણ ચાલતી હતી. મારું કામ ફિલ્મ બનાવવાનું છે. હું બધા લોકોને ખુશ ન કરી શકું. હું અહીં ફિલ્મ બનાવવા આવ્યો છુ. કેવી લાગે છે, સ્વીકારવી કે નહીં એ લોકોએ નક્કી કરવાનું છે. હું સમય સાથે નથી બદલાતો. જો હું બધાની રાહ જોઈશ તો હું અલીગઢ, સબરજીત જેવી ફિલ્મો ક્યારેય નહીં બનાવી શકું. મારે વાર્તા કહેવી છે. મને વાર્તા ગમે તો હું બનાવી દઈશ. અને લોકો સારુ પણ બોલ્યા છે. એટલે હું ફક્ત પોઝિટિવિટી તરફ જ ધ્યાન આપું છું.

મને મારી માએ, ઓમંગે કહ્યું હતું કે આ ફિલ્મ ન બની શકે. ના બનાવીશ. આજે ફિલ્મ બનીને તૈયાર છે. હવે લોકો શું કહેશે. ? મને પણ લોકોએ કહ્યું હતું કે તુ ઈન્ડસ્ટ્રીને લાયક નથી, તુ ક્યારેય અહીં આવી શકે. મેં ત્યારે નક્કી કર્યું હતું કે કંઈક બનીશ. પૈસા નહોતા, ટ્રેનના છાપરે બેસતો હતો. ખાવા પીવા નહોતું મળતું. એ દિવસો જોયા છે, તો આ તો શું છે.

7) મોદીજીને ક્યારેય તમે મળ્યા છો ?

પહેલી વાત તો હું ક્યારેય પીએમ મોદીને મળ્યો જ નથી. પીએમ મોદીને મળીને જાણવા પડે તો હું ફિલ્મ મેકર નથી. એમનું જીવન ખુલી કિતાબ જેવું છે. તમારી પાસે બેઝ રેડી હોય ત્યારે તમારે એ વિચારવાનું હોય છે કે ફિલ્મ કેવી રીતે દર્શાવવી છે. ફિલ્મ એક વિચાર હોય છે. ફિલ્મ મેકરના વિચારો કેવા છે એના પર ડિપેન્ડ છે. મારે સ્ટોરી કહેવી છે અને હું કહીશ.

pm narendra modi biopic

8) ગુજરાતમાં શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો ?

ફેન્ટાસ્ટિક. ભારતના દરેક લોકોએ ગુજરાત જવું જોઈએ. આમ પણ અત્યારે તે હાઈએસ્ટ ટુરિઝમ પ્લેસ છે. લોકોએ ત્યાં શૂટિંગ કરવી જોઈએ. ગુજરાતમાં ખાણીપીણી, સ્વચ્છતા બધું જ સારું છે. લોકો કમ્ફર્ટેબલ છે. લોકેશન ખૂબ સરસ છે, જુદા જુદા છે. દરેક ફિલ્મો ગુજરાતમાં શૂટ થવી જોઈએ.


9) તમને નથી લાગતું કે ફિલ્મ પ્રોપેગન્ડા ફિલ્મ બની ગઈ છે ?
અરે મને લાગે છે ફિલ્મનું ટાઈટલ જ બદલીને પ્રોપેગન્ડા રાખી દેવું જોઈએ. પ્રોપેગન્ડા ફિલ્મ, બીજેપીના પૈસે બનેલી, હું ભાજપનો માણસ છું આ બધી જ વાતો હું સાંભળી ચૂક્યો છું. ભાઈ ન તો આ પ્રોપેગન્ડા ફિલ્મ છે, ન તો હું ભાજપનો માણસ છું, ન તો ભાજપે ફંડ આપ્યું છે. આ એક એન્ટરટેઈનમેન્ટ છે. મારે એમાંથી પૈસા કમાવાના છે. કોઈ દિવાળીએ રિલીઝ કરે, કોઈ ક્રિસમસ પર કરે એટલે મારે આ ફિલ્મ અત્યારે રિલીઝ કરવી હતી. સલમાનને પણ ઈદની જરૂર પડે, તો મારે કેમ નહીં. હું કેમ ન વિચારું એવું ? ગુનો છે ?

10) તમને એવું નથી લાગતું કે પિક્ચર ખૂબ ઉતાવળમાં બની ગઈ ?

આ પણ પાપ છે ને. ઓછા દિવસમાં પૈસા બચાવીને ફિલ્મ બનાવવી છે એ પણ બરાબર નથી નહીં. 3 વર્ષથી સ્ક્રિપ્ટ લખાતી હતી, રિસર્ચ થતું હતું, લોકેશન હન્ટિંગ થતું હતું. લોકોએ પહેલા એ જાણવું જોઈએ. કેટલા ડ્રાફ્ટ લખાયા. આ બધું કર્યા બાદ ફિલ્મ 38 દિવસમાં બની છે. પરંતુ લોકોને એમાં પણ તકલીફ છે. તો શું હું લોકો માટે 200 દિવસમાં ફિલ્મ બનાવું ? મારા 38 દિવસો વેલ પ્લાન્ડ હતા. એક્ટર્સ ટાઈમસર આવતા હતા. એક્ટર લેટ આવે તો ફિલ્મના શૂટિંગના દિવસો બને છે. અને મારો એક ફંડા છે. તમામ ડિપાર્ટમેન્ટના એચઓડી નવા હતા. એટલે ઈગો નહોતો નડતો. જેટલા આસિસટન્ટ હતા એ બધાની જ પહેલી ફિલ્મ છે. Expireince kills and destroy success. હું નવા લોકોમાં વિશ્વાસ રાખું છું. એટલે ફિલ્મનું શૂટિંગ સ્મૂધ ચાલે છે.

11) ફિલ્મ ફક્ત બાયોપિક છે કે ક્રિયેટિવ લિબર્ટી લીધી છે ?

કોઈ પણ બાયોપિક સીધે સીધી બાયોપિક ન બની શકે. સંજુ, ભાગ મિલ્ખા ભાગ, સરબજીત, મેરીકોમ કોઈ પણ ફિલ્મ હોય. કોઈ ફિલ્મ બાયોપિક હોય, પણ એ ઓડિયન્સ માટે બને છે. ફિલ્મ બતાવવા માટે એક નજર જોઈએ.

12) ફિલ્મમાં મોદીજીના જીવનના વિવાદો જોવા મળશે ? જેમ કે સોહરાબુદ્દીન કેસ ?

આ ફિલ્મમાં બધું જ છે. એક વ્યક્તિનું જીવન ઉતાર ચડાવ વાળું હોય છે. પોઝિટિવ નેગેટિવ, ફેમિલી, સ્કૂલ, ગોધરાકાંડ, અક્ષરધામ બધું જ આ ફિલ્મમાં છે.

13) પત્રકારોમાં પણ બે ભાગ સ્પષ્ટ દેખાય છે. એઝ અ જર્નલિસ્ટ તમે શું માનો છો ?

એઝ જર્નલિસ્ટ હું એક વ્યક્તિની સાથે છું, હું વિચારધારાની સાથે છું. હું તેમના કામની સાથે છું. મને મોદીજી લીડર તરીકે ખૂબ પસંદ છે. હું માનું છું તેમણે છેલ્લા 5 વર્ષમાં ઘણું કામ કર્યું છે. દેશને આંતરરાષ્ટ્રીય લેવલે મૂક્યો છે. દરેક ડિપાર્ટમેન્ટને સિસ્ટમવાઈઝ કરવાની કોશિશ કરી છે. આ દેશને એવા લીડરની જરૂર છે જે દેશને દિશા આપી શકે. હવે તે મોદી હોય, રાહુલ ગાંધી હોય કે માયાવતી કે ચંદ્રાબાબુ એનો કોઈ ફરક નથી પડતો.

14) મોદીજીની પર્સનાલિટી લાર્જર ધેન લાઈફ છે, તમે એમને નોર્મલ વ્યક્તિ કેવી રીતે બતાવી શક્શો ?

પિક્ચર જોશો તો સમજાશે કે તેઓ એક નોર્મલ હ્યુમન બીઈંગ છે, જે મોટી પર્સનાલિટી બન્યા છે. ચા વેચતા હતા તો વેચતા હતા. જ્યારે તેમના જીવનની આખી વાત 2 કલાકમાં કહી છે, ત્યારે એ જોઈને તમે પણ ઈન્સ્પાયર થશો કે મારે પણ કંઈક કરવું છે.

15) તમે ખૂબ બાયોપિક બનાવી છે, આગળનો શું પ્લાન છે. ?


બાલાસાહેબ મારી પહેલી પસંદગી છે. પણ મારે જે બે લોકો પર બાયોપિક બનાવવી હતી, એ બંને બની ચૂકી છે. ધોની અને બાલાસાહેબ પર મારે બનાવવી હતી. જો મને મોકો મળ્યો તો... (અચાનક અટકી જાય છે.) હું એક સમયે એક જ વસ્તુ વિચારુ છું. મેં પણ જુદી જુદી ફિલ્મો બનાવી છે. એટલે આગળ પણ એક ફિલ્મ જ હશે. મને નથી ખબર શું બનાવીશ. પણ લોકો વિચારવા મજબૂર થાય તેવી ફિલ્મ બનાવીશ.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...