Friday, 24 May 2019

વિવેક ઓબેરોય કહે છે,'કચ્છમાં એક અલગ જ દુનિયા છે'

PM મોદીને લઇને વિવેક ઓબેરોયે GujaratiMidday.com સાથે કર્યો ખુલાસો
તો ફાઈનલી ડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ PM Narendra Modi 24મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ચૂંટણીના પરિણામો બાદ આ બોયોપિક રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહેલા વિવેક ઓબેરોયે www.gujaratimidday.com સાથે ખાસ વાતચીત કરી. વાંચો આ વાતચીતમાં વિવેક ઓબેરોય શું કહે છે.

1) ઓવરઓલ ફિલ્મના શૂટિંગનો અનુભવ કેવો રહ્યો ?

મજા આવી, ખૂબ ચેલેન્જિંગ હતું. કારણ કે ખૂબ ઓછા સમયમાં અમે આવડી મોટી ફિલ્મ બનાવવાની જવાબદારી લીધી હતી અને ફિલ્મ સારી બની છે. પરંતુ મહેનત ખૂબ જ કરવી પડી છે. આ મહેનતનો શ્રેય ટીમને જવો જોઈએ. ફિલ્મમાં 90 ટકાથી વધુ લોકો પહેલી વખત કામ કરી રહ્યા હતા. બધા એ જબરજસ્ત મહેનત કરી છે.

2) ફિલ્મ માત્ર 38 દિવસમાં કેવી રીતે કમ્પલિટ કરી, આ વાત કેટલી ચેલેન્જિંગ હતી ?

આનો જવાબ સંદીપ સિંઘ આપી શકે છે. એ જાદુગર છે. આટલી નાની ઉંમરમાં એમણે આટલી મોટી મોટી ફિલ્મો બનાવી છે. એમને એટલો એક્સપિરીયન્સ રહ્યો છે. એમણે મને કહ્યું કે ભાઈ હું કરી લઈશ. “આઈ વિલ ફિનીશ ઈટ ઈન 38 ડેયઝ.” તો ઓમંગ પણ હાર્ડ વર્કિંગ અને પંક્ચ્યુઅલ ડિરેક્ટર છે. આખી ટીમે ખૂબ મહેનત કરી છે. ઉંઘ્યા વગર કામ કર્યું છે. એવી રીતે કામ કર્યું જેવી રીતે મોદીજીનું રિયલ શેડ્યુલ હોય છે. તેઓ માત્ર 4-5 કલાક સુઈને આખો દિવસ કામ કર્યા કરે છે. અમે પણ આવી જ રીતે કામ કર્યું છે.

ચેલેન્જ કહું તો 6 કલાકનો મેકઅપ, 2 કલાક મેક અપ કાઢતા અને 12 કલાકનું શૂટિંગ 20 કલાક તો આમ જ નીકળી જતા હતા, વચ્ચે થાકી ગયો હતો. પરંતુ આખી ટીમની એનજ્રી જોઈને એનર્જી મળતી. મોદીજીનું વ્યક્તિત્વ જોઈને પણ એનર્જી મળતી હતી. ગુજરાતમાં જ્યારે પહેલા દિવસે શૂટિંગ શરૂ કર્યું ત્યારે મારે બીજા દિવસે સવારે 7 વાગે મેકઅપ માટે રેડી થઈને પહોંચવાનું હતું. પછી મેં રિવર્સ કેલ્ક્યુલેશન કર્યું તો ખ્યાલ આવ્યો કે 6 કલાકનો મેકઅપ એટલે રાત્રે 12 વાગે મારે ઉઠવું પડશે. સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી શૂટિંગનો આ અનુભવ ખૂબ અઘરો હતો. આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન હું 3-4 કલાકથી વધુ સૂતો નથી.

2) ગુજરાતમાં શૂટિંગ કર્યું છે, તમને ગુજરાત કેવું લાગ્યું ?

ગુજરાતનો માહોલ જબરજસ્ત છે. ત્યાં એટલા બધા રંગ છે, લોકોને એવું લાગે છે કે ગુજરાત બસ ગુજરાત છે. તમે કચ્છમાં જાવ ત્યાં એક અલગ જ દુનિયા છે. સાણંદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા આ બધા વિસ્તારોથી લઈ ભૂજ, કચ્છના રણમાં બધી જગ્યાએ શૂટિંગ કર્યું છે. બધે સરસ આવકાર મળ્યો છે.

3) શૂટિંગ દરમિયાન ગુજરાતની કઈ જગ્યા તમને ખૂબ જ ગમી ?

ગુજરાતમાં મને સૌથી વધુ કચ્છનું સફેદ રણ ગમ્યું. સફેદ ખૂબ બ્યુટીફુલ છે. પણ ત્યાં શૂટિંગ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. ક્યારેક ત્યાં જે લોકો રહે છે તેઓ કેવી રીતે લાઈફ મેનેજ કરતા હશે. આંખ કાનમાં રેતી અને મીઠું જાય અને આકરો તડકો પડે છે. તેમ છતાંય લોકો રહે છે. તે કમાલની વાત છે.

4) શૂટિંગ દરમિયાન સ્થાનીકોનું શું રિએક્શન હતું. એમાંય તમે ગુજરાતના મોદીજીનો રોલ કરતા હતા, તો લોકોનું વર્તન કેવું હતું.

મજા એ આવી કે હું મહાત્મા મંદિરમાં શૂટ કરવા પહોંચ્યો હતો. સાંજનો ટાઈમ હતો, ઘણા બધા સ્થાનીક લોકો ત્યાં હાજર હતા. ફંક્શન ચાલતું હતું. મારી સાથે મારા ગાર્ડ્ઝ હતા. હું જ્યારે અંદર પહોંચ્યો તો બધા જ મોદી મોદી બૂમો પાડવા લાગ્યા. દૂરથી એમને લાગ્યું કે મોદીજી આવી ગયા છે. એટલે મને તો બહુ મજા આવી.

5 )તો તમને એવું ફીલ થયું કે તમે મોદીના ગુજરાતમાં છો

અફકોર્સ, મોદીજીએ ગુજરાતમાં ખૂબ મોટી છાપ છોડી છે અને ગુજરાતીઓ પણ તેમના નામે એટલો ગર્વ મહેસૂસ કરે છે કે તમે મોદીજી પર ફિલ્મ બનાવો છો. તો અમને ખૂબ જ પ્રેમ મળ્યો લોકોનો. જ્યારે હું સેટ પરથી પાછો આવતો હતો, મેકઅપમાં જ હતો. ત્યારે લોકો મારી સાથે ફોટો પડાવતા. ફિલ્મ માટે બેસ્ટ ઓફ લક કહેતા. મોદી મોદીના નારા લગાવતા. તો મજા આવતી હતી.

6) મોદીજીના ગેટ અપમાં તમે ટ્રોલ પણ થયા છો, તો ત્યારે તમારું રિએક્શન શું હતું.

ટ્રોલ કરનારાનું કામ જ ટ્રોલ કરવાનું છે. પછી તે મેક અપ હોય, લૂક હોય, કોઈ નિર્ણય હોય કે પોલિસી હોય. ટ્રોલર્સ તો સૈન્યની બહાદુરીને પણ ટ્રોલ કરે છે. તો અમારી તો ફિલ્મ છે. એક નાનકડો લૂક છે. લોકો આ કરવાના જ હતા. પરંતુ મે મારી જિંદગીમાં એક એવો રૂલ બનાવ્યો છે, હું ફક્ત પોઝિટિવ પર ફોકસ કરું છું .નેગેટિવિટી તરફ જોતો જ નથી. આ વાત મેં ફિલ્મ દરમિયાન મોદીજી ને જોઈને જ શીખી છે. કે કંઈ પણ કરો લોકો આંગળી ઉઠાવશે જ. મોદીજી દુનિયાનું સૌથી સારું કામ કેમ ન કરી લે લોકો વિરોધ કરશે. બાલાકોટ એર સ્ટ્રાઈક થઈ, અભિનંદન સામે પણ સવાલ થાય લોકો આતંકીઓના મોતના આંકડા માગે તો જો સેના પર ગર્વ કરવાના બદલે આપણે સવાલ કરીએ છીએ. આ બધા નકારાત્મક લોકો છે.

7) તમે મોદીજીને કોપી કર્યા છે કે તેમના પરથી પ્રેરણા લીધી છે , બોડી લેંગ્વેજ ક્યાંથી આવી.

મેં શરૂઆતમાં કૉપી કરવાની કોશિશ કરી, પણ એ ફની લાગતું હતું. એવું લાગતું હતું કે હું મોદીજીની મિમિક્રી કરું છું. કોમેડી નાઈટ્સ વીથ કપિલમાં મસ્તી કરતો હોઉં એવું લાગતું હતું. પછી મેં ઈન્સ્પિરેશન લીધી. એમની ગુજરાતી લઢણ, તેમની બોડી લેંગ્વેજ, તેઓ કેવી રીતે વિચારે છે, ચાલતી વખતે હાથ પાછળ રાખે છે, આ બધી વસ્તુઓ નોટિસ કરી ઈન્સ્પિરેશન લીધી છે. કોપી કરવામાં ઈન્સ્પિરેશન નથી આવતી. હું મિત્રો બોલું, ભાઈઓ બહેનો બોલું. અને લોકો તેને મોદીજી સાથે કમ્પેર કરે, એ અમારે ન હોતું જોઈતું.

8) તમે માનો છો કો આ રોલ માટે તમે એક પર્ફેક્ટ ચોઈસ હતા

આ મારો હક નથી. આ હક પ્રોડ્યુસર ડિરેક્ટર અને ઓડિયન્સનો છે. પ્રોડ્યુસર ડિરેક્ટરે મને આ રોલ માટે યોગ્ય માન્યો. અને હવે ફિલ્મ જોઈને ઓડિયન્સ નક્કી કરશે.

9) મોદીજી વિશે તમે વાંચ્યું હશે, રિસર્ચ કર્યું હશે, એમની લાઈફમાંથી તમને શું ગમ્યું

મોદીજીની લાઈફમાં ઘણું બધુ છે, એમની લાઈફમાં શું શું મુશ્કેલી આવી, તેમણે કેવી રીતે પડકારો ઝીલ્યા. એ તેમનું આત્મબળ છે. તેમણે નક્કી કર્યું હતું કે હું દેશના હિતમાં તમામ કામ કરીશ. પછી ભલે ગમે તે લોકો મને (એટલે મોદીજીને) રોકવાની કોશિશ કરે. તેઓ પોતાનું કામ કરીને જ રહે છે. મને તેમની આ વાત ખૂબ ગમી કે તમારે તમારું ફોકસ માછલીની આંખ પર જ રાખવું જોઈએ. બાકી લોકોને જે બોલવું હોય એ ભલે બોલે.

10) આ એક ચા વેચનાર બાળકની પીએમ બનવાની સ્ટોરી છે કે એક પોલિટિકલ સ્ટોરી છે

ના, આ એક ઈન્સ્પિરેશનલ સ્ટોરી છે. કે કેવી રીતે એક બાળક જે ગુજરાતના નાના ગામ વડનગરમાં મતાને બીજાના ઘરે વાસણ ઘસતા જુએ છે, પોતાના પિતાને કામમાં મદદ કરે છે અને પછી દેશ માટે કામ કરે છે, કોઈ પોલિટિકલ સપોર્ટ સિવાય, કોઈ મોટી ફેમિલીમાંથી ન આવતા હોવા છતા, જાતિવાદનું રાજકારણ છોડીને માત્ર પોતાના દમ પર પોતાના મેરિટ પર તે વડાપ્રધાન બને છે. તેની સ્ટોરી છે.

11) આ ફિલ્મ તમને એઝ એન એક્ટર કેટલું કમ બેક કરાવી શક્શે

હું જે છું એમાં ખૂબ જ ખુશ છુ. દરેક વ્યક્તિની પોતાની લાઈફની એક જર્ની હોય છે. એ જર્ની સાચી હોય છે. હુ આગળ વધું છું. મને જે યોગ્ય લાગે એ કરું છું.

12) રિયલ લાઈફમાં પોલિટિક્સમાં આવવાનું પ્લાનિંગ છે ?

ના હાલ તો કોઈ પ્લાનિંગ નથી. 5 વખત મને સાંસદ બનવાની ઓફર આવી હતી. પણ જો હું પીએમ બની શકું તો પછી એમપી બનીને શું કરું.

 13) રિયલ લાઈફમાં પોલિટિક્સમાં આવવાનું પ્લાનિગ છે ?


ના હાલ તો કોઈ પ્લાનિંગ નથી. 5 વખત મને સાંસદ બનવાની ઓફર આવી હતી. પણ જો હું પીએમ બની શકું તો પછી એમપી બનીને શું કરું.

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...