તમે
ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને થેન્ક યુ કહ્યું છે?
લાઈફ ઈઝ અ સર્કલ, ધ વર્લ્ડ
ઈઝ અ સર્કલ.. અને કર્મનો સિદ્ધાંત પણ માનીએ તો સારા કર્મનું ફળ સારું જ મળે છે, પણ
ક્યાંથી મળે એ આપણા હાથમાં નથી.
જરૂરી નથી કે તમે કોઈને મદદ
કરી હોય, તમારી જરૂરિયાતના સમયે એ જ વ્યક્તિ તમને હેલ્પ કરે!
ઘણીવાર એવું બન્યું હશે ને
કે તમને સાવ ક્યાંક અજાણી જગ્યાએથી, અજાણ્યા વ્યક્તિએ મદદ કરી હોય.
વરસાદમાં વ્હિકલ બગડ્યું
હોય અને કોઈ ધક્કો મારી આપે... એક્સિડન્ટ થયો હોય અને કોઈ તરત જ આવીને તમને
હોસ્પિટલ પહોંચાડે. ઓફિસમાં ક્યાંય અટવાયા હોય અને ધાર્યું ન હોય એવા કલીગ તમને
હેલ્પ કરી દે. ક્યારેક ભીડભાડવાળી બસ કે ટ્રેનમાં કોઈ તમને પોતાની સીટ આપી દે...
આવા ઘણા બનાવો છે, અનુભવો
છે, જ્યાં આપણને આશા ન હોય એ દિશામાંથી અચાનક મદદ આવીને ઉભી રહે.. કહેવાય છે કે
ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો. તો મિત્ર, ઈશ્વરની મદદમાં પણ અવાજ નથી હોતો.. એ
બસ કોઈ સ્વરૂપે આવે અને મદદ કરે...
તો ચાલો આજે એ બધા જ
અજાણ્યા લોકોને થેન્ક યુ કહીએ.. જેમણે જાણે અજાણે આપણી મદદ કરી છે.. આપણી લાઈફ સરળ
બનાવી છે... Thank You દોસ્ત... મુશ્કેલીમાં મારો સહારો
બનવા માટે મને Thank You… સાચવી
લેવા માટે...