Tuesday, 24 March 2020

જુઓ, આ ક્વોરેન્ટાઈન ટાઈમમાં કેવી રીતે હોમ વર્કઆઉટ કરી રહ્યા છે પ્રતીક ગાંધી



કોરોના ઈફેક્ટને પગલે આખા દેશમાં લગભગ સોપો પડી ચૂક્યો છે. આપણે સૌ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે સેલેબ્સ પણ પોતપોતાની રીતે ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. તો જીમ સહિતના જાહેર સ્થળો બંધ રહેવાને કારણે વર્કઆઉટ કેવી રીતે કરવું એ પણ સવાલ ઉભો થયો છે. જો કે આપણા પ્રતીક ગાંધીએ આનો ઉપાય શોધી નાખ્યો છે.

Read more at: https://gujarati.oneindia.com/movies/gujarati/pratik-gandhi-home-workout-video-during-lockdown-054575.html

Sunday, 22 March 2020

કોઈ પત્તા રમે છે, કોઈ સફાઈ કરે છે, ઘરે બેસીને આ રીતે સમય પસાર કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ



કોરોનાને કારણે આખા દેશના લોકોને ઘરે બેસવું ફરજિયાત થયું છે. ચેપ વધું ન ફેલાય પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ તે માટે ઘરમાં રહેવું જરૂરી છે. શૂટિંગ્સ પણ અટકી પડ્યા છે, ત્યારે જાણો એક્ટર્સને શૂટિંગ માટે લાંબો સમય ઘરથી દૂર રહેવું પડતું હોય છે, ત્યારે તેઓ પણ આ હોમ ક્વોરેન્ટાઈન પીરિયડનો પરિવાર સાથે રહીને ઉપયોગ કરી રહ્યા છે. તમારા ગમતા સ્ટાર્સ ઘરમાં રહેવાના આ સમયનો કેવો સદુપયોગ કરી રહ્યા છે. કદાચ તમને પણ તેમાંથી આઈડિયા મળે કે ક્વોરેન્ટાઈન પીરિયડમાં શું કરવું?


ચંદ્રેશ ભટ્ટની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશે



ચંદ્રેશ ભટ્ટની ગૌરવ પાસવાલા, દીક્ષા જોશી અને એશા કંસારા સ્ટારર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થઈ શકે છે. લગભગ એક વર્ષ કરતા વધુ સમયથી ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ પોતાની ટીમ સાથે આ ફિલ્મ પર કામ કરી રહ્યા હતા. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને પોસ્ટ પ્રોડક્શન શરૂ કરાયું છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકે છે.


Read more at: https://gujarati.oneindia.com/movies/gujarati/gaurav-paswala-deeksha-joshi-s-upcoming-film-will-release-soon/articlecontent-pf244361-054438.html

Friday, 20 March 2020

મલ્હાર ઠાકરનું આ પંજાબી સોંગ તમે જોયું કે નહીં!!!



જી હાં, તમે હેડિંગ બિલકુલ બરાબર જ વાંચ્યુ છે. મલ્હાર ઠાકરનું પંજાબી સોંગ યુટ્યુબ પર લગભગ એક મહિના પહેલા રિલીઝ થઈ ચૂક્યુ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પહેલીવાર પંજાબી સોંગ કર્યુ છે. અને માત્ર મલ્હાર જ નહીં, 'આઝમા કે ના દેખી’ નામના પંજાબી સિંગલમાં મલ્હાર ઠાકરની સાથે ખુશી શાહ પણ છે, જેમણે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'અફરા તફરી’ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો છે.

Read more at: https://gujarati.oneindia.com/movies/gujarati/malhar-thakars-first-punjabi-song-aazmake-na-dekhi-released/articlecontent-pf244208-054440.html

જીગરદાન ગઢવી ડિસેમ્બરમાં કરી શકે છે આ ખાસ કામ, ફેન્સ થશે ખુશ

ગુજરાતી રૉક સ્ટાર જીગરદાન ગઢવી આ વર્ષે પોતાના જીવનની ખાસ વ્યક્તિ સાથે સગાઈના બંધનમાં બંધાઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે જીગરદાન ગઢવી ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરે તેવી શક્યતા છે. કેટલાક દિવસો પહેલા ખુદ જીગરદાને જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બંનેના ફોટોઝ શૅર કરીને પોતે રિલેશનશિપમાં હોવાની માહિતી આપી હતી. જે બાદ જીગરના ફેન્સ આ યુવતી કોણ છે, જીગરા ક્યારે લગ્ન કરશે તે જાણવા ઉત્સુક છે.

Read more at: https://gujarati.oneindia.com/movies/gujarati/jigardan-gadhavi-can-do-engagement-in-december-2020/articlecontent-pf244211-054441.html

Thursday, 19 March 2020

Happy Birthday: એક્ટિંગ ઉપરાંત ભૂમિકા બારોટને સિંગિંગ અને ડાન્સનો છે શોખ, જાણો અજાણી વાતો



બસ ચા સુધીની હાલ ત્રીજી સિઝન ચાલી રહી છે. અને આ ગુજરાતી વેબસિરીઝની ત્રણેય સિઝન હિટ રહી છે. ખાસ કરીને પહેલી સિઝન લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ પહેલી સિઝનમાં દેખાયેલા ભૂમિકા બારોટનો આજે જન્મદિવસ છે, ત્યારે જાણો ગોર્જિયસ ગુજરાતી ગોરી વિશેની અજાણી વાતો!!

Read more at: https://gujarati.oneindia.com/movies/gujarati/birthday-girl-bhumika-barot-loves-dancing-know-about-her-054444.html

Monday, 16 March 2020

અમદાવાદી છોકરાની શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ નોમિનેટ



હાલના સમયમાં શોર્ટફિલ્મ્સ પણ ખૂબ જ જોવાય છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી કાજોલ, નેહા ધૂપિયા સ્ટારર શોર્ટ ફિલ્મ દેવીએ ખૂબ જ ચર્ચા જગાવી હતી. ત્યારે હવે શોર્ટ ફિલ્મ ક્ષેત્રે એક અમદાવાદી યુવાને પણ જબરજસ્ત સિદ્ધી મેળવી છે. અમદાવાદના આર્ષ ઉપાધ્યાયે બનાવેલી શોર્ટ ફિલ્મ માર્ટિસાઈડ બે બે જાણીતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે.

વધુ માહિતી અહીં ક્લિક કરોઃ 
https://gujarati.oneindia.com/movies/gujarati/ahmedabadi-boy-s-short-film-mariticide-nominated-in-internatrnational-film-festival-054357.html  

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...