Tuesday, 12 February 2013

ઇશ્ક હૈ ઇક આંધી, ઇશ્ક હૈ ઇક તુફાં ઇશ્ક કે આગે બેબસ હૈ દુનિયા ક હર ઇન્સાન

              પ્યાર , મહોબ્બત , ઇશ્ક , પ્રેમ . કદાચ આ દુનિયા ના બધા જ લોકો ને સૌથી વધુ ગમતો શબ્દ છે . 
આ શબ્દો શબ્દો  નથી , પરંતુ અનુભવ છે , લાગણી છે . જે દરેક છોકરા છોકરીઓને , સ્ત્રી પુરુષો  ને થાય છે . અલગ અલગ પરિસ્થતિ માં , ગમે તેવી પરિસ્થિતિ માં . કવિ રમેશ પારેખ કહે છે કે , 
                           
                            એમ પૂછી નેથાય નહિ પ્રેમ 
                            દરિયાના મોજા કઈ રેતીને પૂછશે ,
                            તને ભીંજાવું ગમશે કે કેમ ?
           
                       પ્રેમ કંઈ પૂછી ને કરવાની વસ્તુ નથી . એ તો થઇ જાય . થવા લાગે . કોઈ વ્યક્તિ અચાનક જ ગમવા લાગે . તો ક્યારેક લાંબા ગળે પણ ખબર પડે કે આ તો એ જ છે . સમવન સ્પેશીઅલ . ક્યારેક લવ એટ ફસ્ટ સાઈટ પણ થાય તો ક્યારેક આખી જીંદગી જોડે રહ્યા પછીય સમજી ના શકાય . પ્રેમ કરવાની ઉમર કઈ ? પ્યાર મેં ઉમ્ર નહિ દેખી જાતી દોસ્ત . પ્રેમ તો ગમે તે ઉમરે થઇ જાય .પ્રેમ થાય એટલે રોમેન્ટિક સોંગ્સ  ના લીરીક્સ  સમજાવા લાગે , દરેક રોમેન્ટિક ફિલ્મ માં પોતાની જ સ્ટોરી દેખાય , જ્યાં જુવો ત્યાં બસ એનાજ વિચાર આવે , વગેરે વગેરે .પરંતુ સામેના પાત્ર ની ફીલિંગ્સ નું શું ? પહેલા  એને પૂછી ને પાકું  તો કરી જુઓ . હિમતે મર્દા  તો મદદે ખુદા .વેલેન્ટાઇન ડે છે , પૂછી નાખો . નહિ તો બીજું કોઈ પૂછી જશે ને રહી જશો હાથ ઘસતા . પછી રોમેન્ટિક સોન્ગ્સ ની જગ્યા એ સેડ સોન્ગ્સ ગાવા પડશે .

               પ્રેમ તો અભિવ્યકત કરવાની ચીજ છે ( જો કે એ કોઈ ચીજ વસ્તુ નથી .)પણ મંદિર નો પ્રસાદ પણ નથી કે બધા ને આપતા ફરો . એ તો કોઈ એક ના માટેજ હોય .યોગ્ય જગ્યા એ યોગ્ય વ્યક્તિ ન આપો !!!! એક છોકરાને નવી નવી મુછ નો દોરો ફૂટે ને  એને પ્રેમ થવાની શરૂઆત થાય . કેવી હોય એ શરૂઆત ? હાથ માં છોકરી ના નામનો પહેલો અક્ષર લખે છોકરો . નોટના પહેલા પાના પર છોકરી નું નામ લખે છોકરો . છોકરી ને બીજા કોઈ સાથે જોઇને જીવ બાળે છોકરો। સરસ તૈયાર થઇ ને છોકરી ને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છોકરો .

               પ્રેમ કરી ને સમજય કે એ શું છે ? એમાં કેવી અનુભૂતિ થાય છે ? પ્રેમ માં તો રાહ જોવાની ય મજા છે .પ્રેમ થાય પછી દરેક ફૂલ સુંદર લાગવા માંડે . ગઝલ ને કવિતા ઓ ગમવા લાગે .વાતાવરણ સુંદર લાગવા લાગે .એને જ તો પ્રેમ કહેવાય . પ્રેમ માં તો મારી મીટવાનું હોય . સામા પત્ર માટે સર્વસ્વ કુરબાન કરવાનું હોય . પ્રેમ માં તો સમા પાત્ર  ને સમજવું પડે .તેને ઓળખવું પડે . 


              એક છોકરાએ સિટ્ટી  નો હિંચકો બનાવી 
              એક છોકરી ને કહ્યું, ' લે ઝૂલ !'
             છોકરા એ સપનાનું ખિસ્સું ફંફોસીને 
             સોનેરી ચોકલેટ કાઢી રે .....
             છોકરી ની આંખ માંથી સસલા ના ટોળાએ ,
             ફેંકી કૈંક ચિઠ્ઠી ઓ અષાઢી રે ....
             સીધી લીટી નો સાવા છોકરો ,
             ને પલળ્યો તો બની ગયો બે-ત્રણ વર્તુળ !
             છોકરી ને શું ? એ તો ઝૂલી -
             પછી એને ઘેર જતા થયું સહેજ મોડું રે .
             જે કઈ થયું એ તો છોકરાને થયું .
             એના સાનભાન ચારી ગયું ઘોડું રે ....
             બાપ ની પેઢી એ બેસી તે -
             ચોપડા માં રોજ ચીતરતો ફૂલ .












happy Valentine day . આજે તમને તમારી Valentine મળી જાય એવી શુભેચ્છાઓ .  

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...