કાસ્ટઃ મલ્હાર ઠાકર, માનસી ગોહિલ, સચિન ખેડેકર, વંદના પાઠક
ડિરેક્ટરઃ વિરલ શાહ
આ છે ફિલ્મની વાર્તા
ફિલ્મની સ્ટોરી એક એવા કપલની
છે, જેમની સરસ ચાલતી રિલેશનશિપમાં ખટરાગ ઉભો થાય છે. મધુરી લવસ્ટોરીમાં ખટાશ આવે
છે. પછી સાહિલ અને હર્ષિતાને ભેગા કરવા માટે સાહિલના મમ્મી પપ્પા સાવ સામાન્ય રીતે
જે પ્રયત્નો કરે છે, એની વાત ફિલ્મમાં દર્શાવાઈ છે. ‘ગોળકેરી’ મરાઠી ફિલ્મ ’મુરંબા’ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મની ખૂબી છે કે
ખૂબ જ ઓછા પાત્રો સાથે ઈમોશનલથી લઈને કોમેડી સુધીના સીન આવરી લેવાયા છે.
અહીં છે ફિલ્મની મધુરી વાત
ખટમધુરી ગોળકેરીની મધુરી વાત
એ છે કે મુખ્ય મુદ્દાની સાથે સાથે નાના નાના મેસેજ એવા સરસ પાસ કરાયા છે કે ઓડિયન્સને
પણ મજા કરે છે. મુખ્ય મજા તો એ છે કે જમાના સાથે મમ્મી પપ્પાઓ પણ મોડર્ન થઈ રહ્યા
છે. એક માં પોતાના દીકરાને કેટલો સમજે છે, એ દીકરાને સમજાતુ નથી. આ સીન ગમે એવો
છે. તો માતા-પિતા માટે પણ ફિલ્મ જોવા જેવી છે, કે કઈ રીતે સમય સાથે નવા પ્રવાહોને
અપનાવવા જોઈએ.
એક્ટિંગનું અથાણું કેવું છે?
ફિલ્મની સૌથી બેસ્ટ વાત જો
મને લાગી હોય તો એ કે આ વખત મલ્હાર ઠાકર સાવ તેમના સ્ટિરીયોટાઈપ ટિપિકલ અવતારમાં
નથી દેખાયા. જો કે કેટલાક સીનમાં વચ્ચે વચ્ચે એ પોતાની સ્ટાઈલના ચમકારા બતાવી દે
છે. પરંતુ એમાંય મજા આવે છે. માનસી ગોહિલે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યો છે. જો કે
એક્ટિંગમાં તેમનો અનુભવ સારો એવો છે. સચિન ખેડેકરને ઓરિજિનલ ફિલ્મમાં જેટલી તક મળી
હતી, એટલી એક્ટિંગનો દમ બતાવવાની તક અહીં નથી મળી, અથવા તો કહી શકાય કે તે બતાવી
નથી શક્યા. વંદન પાઠક પ્રોપર ગુજરાતી મમ્મીના પાત્રમાં જામે છે. સૌથી મજા કરાવે છે
ધર્મેશ વ્યાસ. ધર્મેશ વ્યાસનો આમ તો ફિલ્મમાં કેમિયો છે, પણ એક જ સીનમાં તેમણે
ખડખડાટ હસાવ્યા છે.
અહીં થોડી ખાટી થઈ ગઈ ફિલ્મ!
યાર ફિલ્મ રિમેક હોય એટલે
બેઠે બેઠા સીન ઉઠાવવા કે ડાઈલોગ્સ પણ કૉપી કરવા જરૂરી નથી. કંઈક તો નવું કરી શકાય
ને!! આ નવતરનો
ફિલ્મમાં સદંતર અભાવ છે. જો તમે ઓરિજિનલ ફિલ્મ જોઈ હશે તો દરેક સીન કમ્પેર થઈ જ
જશે. અને મૂળ ફિલ્મમાં અમેય વાઘનું અગ્રેશન, ગૂંગળામણ મિથીલા પાલકરની ક્યુટનેસની
સાથે સાથેની લાગણી જેટલો દમ તો સમોસુ અને હસ્સુના પાત્રમાં નથી જ દેખાતો. એન્ડ પણ
એટલો સારો નથી કે દર્શકોને એવું લાગે કે હાશ આખરે બંને મળ્યા ખરા. હેપ્પી એન્ડિંગ
પ્રિડિક્ટેબલ હોય પણ ટ્વિસ્ટ પછી આવે તો મજા આવે. જો કે એવું ટ્વિસ્ટ પણ નથી. એટલે
ખટમધુરી ગોળકેરીની સફરમાં ખટાશ આવી જાય છે. કદાચ ડિરેક્ટર અહીં ટ્રીટમેન્ટ આપવામાં
ઉણા ઉતર્યા છે. અથવા તો થોડા ફેરફાર કરી નવું કરવાનું રિસ્ક લેવાનું ટાળ્યુ છે.
સરવાળે
વાત કરીએ તો ફિલ્મ મમ્મી-પપ્પા અને ગર્લફ્રેન્ડને સાથે લઈને એક વાર જોવા જેવી તો
ખરી જ. પણ હા, ઓરિજિનલ ફિલ્મ જોયા પહેલા જોશો તો કદાચ વધુ મજા આવશે
અમારા
તરફથી ખાટીમીઠી ‘ગોળકેરી’ના અથાણાને 3 સ્ટાર