Friday 15 February 2013

ગુજરાતી કવિતાઓ

http://rujushastri.wordpress.com/
ગુજરાતી કવિતાઓ વાંચવા માટે આ લીંક  પર કલીક કરો   

Tuesday 12 February 2013

ઇશ્ક હૈ ઇક આંધી, ઇશ્ક હૈ ઇક તુફાં ઇશ્ક કે આગે બેબસ હૈ દુનિયા ક હર ઇન્સાન

              પ્યાર , મહોબ્બત , ઇશ્ક , પ્રેમ . કદાચ આ દુનિયા ના બધા જ લોકો ને સૌથી વધુ ગમતો શબ્દ છે . 
આ શબ્દો શબ્દો  નથી , પરંતુ અનુભવ છે , લાગણી છે . જે દરેક છોકરા છોકરીઓને , સ્ત્રી પુરુષો  ને થાય છે . અલગ અલગ પરિસ્થતિ માં , ગમે તેવી પરિસ્થિતિ માં . કવિ રમેશ પારેખ કહે છે કે , 
                           
                            એમ પૂછી નેથાય નહિ પ્રેમ 
                            દરિયાના મોજા કઈ રેતીને પૂછશે ,
                            તને ભીંજાવું ગમશે કે કેમ ?
           
                       પ્રેમ કંઈ પૂછી ને કરવાની વસ્તુ નથી . એ તો થઇ જાય . થવા લાગે . કોઈ વ્યક્તિ અચાનક જ ગમવા લાગે . તો ક્યારેક લાંબા ગળે પણ ખબર પડે કે આ તો એ જ છે . સમવન સ્પેશીઅલ . ક્યારેક લવ એટ ફસ્ટ સાઈટ પણ થાય તો ક્યારેક આખી જીંદગી જોડે રહ્યા પછીય સમજી ના શકાય . પ્રેમ કરવાની ઉમર કઈ ? પ્યાર મેં ઉમ્ર નહિ દેખી જાતી દોસ્ત . પ્રેમ તો ગમે તે ઉમરે થઇ જાય .પ્રેમ થાય એટલે રોમેન્ટિક સોંગ્સ  ના લીરીક્સ  સમજાવા લાગે , દરેક રોમેન્ટિક ફિલ્મ માં પોતાની જ સ્ટોરી દેખાય , જ્યાં જુવો ત્યાં બસ એનાજ વિચાર આવે , વગેરે વગેરે .પરંતુ સામેના પાત્ર ની ફીલિંગ્સ નું શું ? પહેલા  એને પૂછી ને પાકું  તો કરી જુઓ . હિમતે મર્દા  તો મદદે ખુદા .વેલેન્ટાઇન ડે છે , પૂછી નાખો . નહિ તો બીજું કોઈ પૂછી જશે ને રહી જશો હાથ ઘસતા . પછી રોમેન્ટિક સોન્ગ્સ ની જગ્યા એ સેડ સોન્ગ્સ ગાવા પડશે .

               પ્રેમ તો અભિવ્યકત કરવાની ચીજ છે ( જો કે એ કોઈ ચીજ વસ્તુ નથી .)પણ મંદિર નો પ્રસાદ પણ નથી કે બધા ને આપતા ફરો . એ તો કોઈ એક ના માટેજ હોય .યોગ્ય જગ્યા એ યોગ્ય વ્યક્તિ ન આપો !!!! એક છોકરાને નવી નવી મુછ નો દોરો ફૂટે ને  એને પ્રેમ થવાની શરૂઆત થાય . કેવી હોય એ શરૂઆત ? હાથ માં છોકરી ના નામનો પહેલો અક્ષર લખે છોકરો . નોટના પહેલા પાના પર છોકરી નું નામ લખે છોકરો . છોકરી ને બીજા કોઈ સાથે જોઇને જીવ બાળે છોકરો। સરસ તૈયાર થઇ ને છોકરી ને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છોકરો .

               પ્રેમ કરી ને સમજય કે એ શું છે ? એમાં કેવી અનુભૂતિ થાય છે ? પ્રેમ માં તો રાહ જોવાની ય મજા છે .પ્રેમ થાય પછી દરેક ફૂલ સુંદર લાગવા માંડે . ગઝલ ને કવિતા ઓ ગમવા લાગે .વાતાવરણ સુંદર લાગવા લાગે .એને જ તો પ્રેમ કહેવાય . પ્રેમ માં તો મારી મીટવાનું હોય . સામા પત્ર માટે સર્વસ્વ કુરબાન કરવાનું હોય . પ્રેમ માં તો સમા પાત્ર  ને સમજવું પડે .તેને ઓળખવું પડે . 


              એક છોકરાએ સિટ્ટી  નો હિંચકો બનાવી 
              એક છોકરી ને કહ્યું, ' લે ઝૂલ !'
             છોકરા એ સપનાનું ખિસ્સું ફંફોસીને 
             સોનેરી ચોકલેટ કાઢી રે .....
             છોકરી ની આંખ માંથી સસલા ના ટોળાએ ,
             ફેંકી કૈંક ચિઠ્ઠી ઓ અષાઢી રે ....
             સીધી લીટી નો સાવા છોકરો ,
             ને પલળ્યો તો બની ગયો બે-ત્રણ વર્તુળ !
             છોકરી ને શું ? એ તો ઝૂલી -
             પછી એને ઘેર જતા થયું સહેજ મોડું રે .
             જે કઈ થયું એ તો છોકરાને થયું .
             એના સાનભાન ચારી ગયું ઘોડું રે ....
             બાપ ની પેઢી એ બેસી તે -
             ચોપડા માં રોજ ચીતરતો ફૂલ .












happy Valentine day . આજે તમને તમારી Valentine મળી જાય એવી શુભેચ્છાઓ .  

Thursday 7 February 2013

a friend in need , is a friend indeed

to all my lovely and sweet friends 
મારું કમ્પુટર જયારે જયારે બગડ્યું છે ત્યારે ત્યારે જેને ચાલુ કરી આપ્યું છે એવા  ધવલ માટે 

                           મિત્ર એવો શોધવો , જે ઢાલ  સરીખો હોય 
                      સુખ માં પાછળ રહે , દુઃખ માં આગળ હોય 

         પેલી રીંછ  વાળી વાર્તા તો આપણે સૌએ સાંભળી જ હશે , જેમાં બે મિત્રો જંગલ માંથી પસાર થતા હોય છે , ને સામેથી રીંછ આવે છે . પહેલો મિત્ર આ રીંછ ને જોઈ ને ડરી જાય છે અને ઝાડ પર ચડી જાય છે . તે પોતાના મિત્ર ની પરવા  કરતો નથી , કે તેને મદદ પણ કરતો નથી . તેથી જ દોસ્તો ઉપર લખાયેલું ઉપરનું સુભાષિત બહુ સમજવા જેવું છે .

             માતા - પિતા , ભાઈ-બહેન , કાકા-કાકી ,મામા-મામી વગેરે વગેરે સંબંધો આપને નક્કી કરતા નથી , પરંતુ દોસ્તી એવો સંબંધ છે  જે આપણે  પસંદ કરીએ છીએ . તેથી જ  આ સંબંધ કદાચ આપણી  જીંદગી માં સૌથી વધુ મહત્વનો બની જાય છે . આજ સુધી બોલીવુડ માં પણ આ વિષય પર કઈ કેટલીય ફિલ્મો બની ચુકી છે  અને હીટ પણ થઇ છે . દા ત શોલે , દિલ ચાહતા હૈ , ZNMD  .
છતાય આ ફોર્મુલા જૂની થઇ નાથી  કારણ કે દોસ્તી એ તો હર હંમેશ માટે દરેક દિવસે વધુ તાજો  થતો જતો સંબંધ છે .

            મિત્રો ગમે ત્યાં મળી શકે છે , ગમે તેવા મળી શકે છે . પેલી એરટેલ ની જિંગલ યાદ છે ને "Chai Ke Liye Jaise Toast Hota Hai
Vaise Har Ek Friend Zaroori Hota Hai
Aise Har Ek Friend Zaroori Hota Hai


Koi Subah Paanch Baje Neend Se Jagaye
Koi Raat Ko Teen Baje Jaan Bachaye
Ek Teri Kadki Mein Sharing Kare
Aur Ek Tere Budget Mein Sneak In Kare


Koi Nature Se Guest, Koi Host Hota Hai..
Par Har Ek Friend Zaroori Hota Hai


Ek Ghadi Ghadi kaam Aye Par Kabhi Kabhi Call Kare
Ek Kabhi Kabhi Kaam Aye Aur Ghadi Ghadi Call Kare  


Gossip Ka Koi Ghoomta Phirta Satellite
Koi Saath Rahe To karde Sab Alright
Koi Effortless, Koi Forced Hota Hai
Lekin Har Ek Friend Zaroori Hota hai
 
Chat Room Friend, Koi Class Room Friend
Koi Bike Pe Race Wala Vroom-Vroom Friend
Shopping Mall Wala Shopping Friend
Koi Exam Hall Wala Copying Friend
 

Movie Buddy.. Groovie Buddy  
Hi Buddy.. Bye Buddy
Joke Buddy.. Poke Buddy
Gana Buddy.. Shaana Buddy
Chaddi Buddy.. Yaar Buddy
 
Gin Ke Naam Bheja Roast Hota Hai
Par Har Ek Friend Zaroori Hota Hai
Lekin Har Ek Friend Zaroori Hota Hai
 "

 એ પ્રમાણે દોસ્તો તો ગમે તેવા ને ગમે ત્યારે મળી શકે છે . ફક્ત જરૂર તેમને ઓળખવાની પડે છે .

                  પુરુષ નો સારો મિત્ર , નજીક નો કહી શકાય તેવો મિત્ર પુરુષ જ હોય તે જરૂરી નથી  ને વાઈઝ વર્ઝા . કોઈ પુરુષ ની બેસ્ટ ફ્રેન્ડ સ્ત્રી પણ હોઈ શકે . તો કોઈ સ્ત્રી નો નજીક નો મિત્ર પુરુષ પણ હોઈ શકે . આપણો  સમાજ આવી મિત્રતા ને બીજી નજરે જોવા ટેવાયેલો છે . એટલે જ કદાચ આપણે ત્યાં આવી સ્ત્રી પુરુષ વચ્ચે નો પવિત્ર મિત્રતા નો સંબંધ  વધુ જોવા મળતો નથી . દરેક સારા મિત્રો  ના શોખ ને પસંદ મળતી જ આવે જરૂરી નથી . હા ,મોટે ભાગે એવું બનતું હોય છે પણ એ કઈ કન્ડીશન્સ અપ્લાય તો ના જ હોય.

                   મિત્રતા એક એવો સંબંધ છે જેની વવ્યાખ્યા ના બાંધી શકાય , મિત્રતા કઈ કરાર કરીને  કે પછી ' તું મારો મિત્ર બનીશ ? ' એમ પૂછીને કરવાની ન હોય . એ તો થઇ જાય ( પ્રેમ ની  જેમ જ) ક્યારેક જીંદગી માં એવા સંજોગો સર્જાય કે સારા દોસ્ત મળી જાય . ક્યારેક મુશ્કેલી  માં તોં ક્યારેક ખુશી ના સમય માં .



એક્ઝીટ :-

          કોન  કેહતા હૈ દોસ્ત કી તુમસે હમારી જુદી હોગી ,
          એ અફવાહ તો જરૂર કિસી દુશ્મન ને ઉડી હોગી 
          શાન સે રહેંગે તુમ્હારે દિલ મેં હમ 
          ઇતને દિનો મેં કુચ અતો જગહ બની હોગી  




Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...