શું
તમે તમારા લાઈફ પાર્ટનરના પછી એ પત્ની હોય પતિ હોય કે ગર્લફ્રેન્ડ કે
બોયફ્રેન્ડ... એમના બેસ્ટ ફ્રેન્ડ છો? ક્યારેય તમે તમારી જાતને આ સવાલ
પૂછ્યો છે?
જ્યાં લાગણી હોય ને, ત્યાં અપેક્ષાઓ હોય.. અને જ્યારે અપેક્ષા પૂરી ના થાય તો અણબનાવ થાય..પણ જરા વિચારો.. ક્યારેય તમને તમારા એકદમ અંગત મિત્ર સાથે આવા અણબનાવ થયા છે કે સંબંધ તૂટવા પર આવી જાય... નહીં ને.. તો પછી પ્રેમમાં કે લગ્નમાં આવું કેમ થાય છે?
કારણ
કે... આપણે સંબંધોને બોજ બનાવી લઈએ છીએ.. પાર્ટનર માટે કંઈક કરીએ.. તો એ જતાવીએ
છીએ.. પછી એ મદદ હોય કે સેક્રિફાઈસ.. અને આ જ વસ્તુ આપણા પાર્ટનર માટે પણ ભાર બની
જાય છે..
આપણે
આપણા બેસ્ટફ્રેન્ડ માટે કરેલા કામ, મદદ, નાની હોય કે મોટી.. ક્યારેય ગણાવતા નથી..
તો સતત સાથે રહેનાર પાર્ટનરને કેમ ગણાવીએ છીએ? બેસ્ટ ફ્રેન્ડ પણ આપણા માટે
ક્યારેય કંઈ કામ ન કરી શકે.. તો એ સંબંધ તોડી નથી નાખતા.. ગુસ્સો કરીએ.. ઝઘડીએ પણ
થોડીવાર માટે..
પરંતુ
જો પતિ કે પત્ની આપણા માટે કંઈ ન કરી શકે.. એમના થોટ્સ આપણા કરતા અલગ હોય... તો
આપણે એ પચાવી નથી શક્તા... આવું કેમ?
એટલે
જ પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ બનો... મોટા ભાગની મુશ્કેલી દૂર થઈ જશે... સંબંધોની
ગરિમા જાળવો,, પણ માહોલ હંમેશા લાઈટ રાખો... કારણ કે આખરે તો એમની ખુશી, એમની
સ્માઈલ જ તો તમાર ખુશી છે ને!
No comments:
Post a Comment