Wednesday, 23 January 2013

ઘર

" ઘર ..... આ શબ્દ નો પ્રત્યેક ના જીવન માં એક જાદુ છે . એની એક મોહિની છે . મારું ઘર તે મારું . '
                                                                                                      - સુરેશ દલાલ 



                      ઘર એટલે શું ? ચાર દીવાલો , ચાત , થોડીક ઉપયોગી ચીજ વસ્તુઓ અને રાચરચીલું? શું આ બધા થી ઘર બની જાય? ચાર દીવાલો , છત , આ બધા ને ઘર બનાવવા  માટે પોતાના માણસો ની હુંફ જોઈએ , પ્રેમ જોઈએ . ઘર ની મહત્તા ત્યારેજ સંજય જયારે માનસ ઘર થી દુર હોય . જેમ કે , મને મારા ઘરે પહેલા અમુક વસ્તુઓ નહોતી ગમતી . પરંતુ હવે થોડીક ખામીઓ ચતાય મને મારું ઘર પહેલા કરતાય વધુ ગમે છે . કારણ કે છેલ્લા સાત મહિના થી હું હોસ્ટેલ માં રહું ચુ . સુ . દ . તેમના પુસ્તક ' ધરતી  નો છેડો ઘર 'ની પ્રસ્તાવના માં કહે છે કે , " જયારે મને કોઈ તેમના ઘર નું નામ રાખવા માટે નામ પૂછે , ત્યારે મને તો બે જ શબ્દો યાદ આવે છે . 'હાશ ' અને 'નિરાંત ' . " સો ટકા સાચી વાત છે સાહેબ . પેલી કહેવત છે ની ' માં તે માં , બીજા બધ વગડા ના વ ' એમ ઘર માટે આવી જ કોઈ કહેવત હોવી જોઈએ .કોઈ નું મનગમતું ઘર કેવું હોય ? 3 કે 4 બેડરૂમ , કિંગ સાઈઝ બેડ વગેરે વગેરે ...... નો સમાવેશ થાય તેવું હોય !!!!!1 તો બીજકોઈ માટે બે રૂમ રસોડું , આગળ ફળિયું , થોડા ફૂલ-છોડ  વાવી શકાય તેવી જગ્યા ..... પરંતુ માણસે માણસે તેની જરૂરિયાત પ્રમાણે ઘર ની વ્યાખ્યા બદલાય છે . ' આદર્શ ઘર ' કેવું હોય તેની વ્યાખ્યા કદાચ કોઈ નહિ આપી શકે . 


   

                            

                                      ઘર પોતાનું હોય એ જરૂરી નથી પરંતુ ઘર ના લોકઓ પોતાના હોય એ જરૂરી છે . ઘર . એને ફક્ત સમજી શકાય .આ જગત નો સૌથી સફળ લેખક કેગ્યની વક્તા પણ તેને કદાચ વર્ણવી ન શકે . ઘર ની બહાર જઈએ ને ( ક્યાંય ફરવા કે પ્રવાસે ) ત્યારે થોડાક દા'ડા મજા આવે . પરંતુ પાછા ઘરે આવવાની ઈચ્છા તો થાય જ  . વિશ્વ માં એવા કેટલાક લોકો પણ છે જે નદી ની વચ્ચે ખડકો પર  કે પછી કુદરત ની વચ્ચે રહેવા માટે ટ્રી હાઉસ બાંધે છે . જે ને  જ્યાં સૌથી વધુ ગમે તે જગ્યા એ  ઘર બાંધે . પરંતુ ઘર તો બદલાય પણ ખરાં . હા , વાત સાચી ઘર તો બદલાય પણ લાગણી તો ન બદલાય ને .

                    આપણ ને ટીન એજ માં કે યુવાની માં એવું થાય કે આપનું પોતાનું ઘર હોય , ને બહાર આપના નામ ની નેમ પ્લેટ હોય। એવી લગભગ બધાજ જુવાનિયાની ઈચ્છા હોય  . 

                     બાળકો થી લઈને વૃધ્ધો સુઘી દરેક ને પોતાના ઘર માં કૈંક જુદા જુદા સંભારણા હોય , કોઈ ના માટે પુત્ર નો જન્મ તો , કોઈ ના માટે પોતાનો પ્રથમ પગાર . દરેક ને પોતાન ઘર માં એક ગમતી જગ્યા પણ હોય , જ્યાં તેને પોતાને સૌથી વધુ ખુશ હોય કે દુખી હોય ત્યારે બેસવાનું ગમતું હોય .

                  10*10 ની રૂમ હોય કે 4 બેડરૂમ નો વૈભવી વિસ્તાર નો ફ્લેટ ,  પણ ઘર એ ઘર .





જે ઘર માં હું હરુફરું ,
ને ખાઉં પીઉં 
ને ખત મીઠા કૈ ઝઘડાઓ ભાયા છલોછલ સમય તરુણ 
એ ઘરની આ દીવાલ પર 
હર જડેલા ફોટા થઇ ને નાઠો , લટકવું મારે , -
નથી અટકવું મારે ;
ઘરે આંગણે ઝાડ , 
ત્યહીં હું અદીઠ હવાનો ઝોકો થઇ  ને ઝૂ મી રહું 
અને ઉંબરે પ્રભાત નો હું તડકો થઇ ફેલાઈ જી ને ચૂમી રહું 
વળી સાંજ ના દીવા ટાણે ,
આછો સો - અંધાર થઇ રેલાઈ જઉં 
અને રાતના 
ઓશીકાની પાસ પારીજાત નો સુરભિત થઇ ને ચ્મી રહું 
ને જી સમય ની પર સમયમાં હરું  ફરું

                                                   -  સુ.દ.  

Monday, 21 January 2013

कभी कहें मेने उसे कहीं देखा था,
कभी आप में , कभी मुज में ,
कभी हम दोनों में ,

चली गई वोह ,
आप को और  मुजे छोड़ कर ,
क्या बिता था उस पर ,
कोंन बताएगा हमें ????

चली गई वोह ,
आप को और मुजे छोड़ कर ,

क्या कुछ सीखेंगे हम इसमें से ,
क्या हम बदलेंगे , 
के अभिभी वो ही रहेगा समां ,

क्या फिर और कोई "'दामिनी'' तो  नहीं बनेगी ना ???
क्या है हमारे पास जवाब ????

ચાલી ગઈ એ

ક્યારેક ક્યાંક  મેં એને જોઈ હતી,
ક્યારેક તમારામાં , ક્યારેક મારા માં,
ક્યારેક આપણાં બેઉ માં ,

ચાલી ગઈ એ ,
મને ને તમને છોડી ને ,
શું વીત્યું હતું એના પર ,
કોણ કહેશે આપણ  ને હવે ????

ચાલી ગઈ એ ,
મને ને તમને છોડી ને,

શું આપણે શિખીશું આમાંથી કશુક ,
શું આપણે બદલીશું ,
કે પછી એ જ રહેશે પરિસ્થિતિ .

ફરી કોઈ "દામિની''  તો બને ને ??
શું છે આપની   જવાબ ??? ?
 

Thursday, 10 January 2013

પ્રેમ પત્રો vs . એસ એમ એસ

                                                  ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં,
                                                   ફૂલ નહિ મેરા દિલ હૈ,
                                                   પ્રિયતમ મેરે તુમ ભી લીખ ના ,
                                                   ક્યાં એ તુમ્હારે કબીલ હૈ,
                                                   પ્યાર છિપા હૈ ખત મેં ઇતના,
                                                   જીતને મેં  સાગર મેં મોતી 


              રુકમણી નો ભગવાન શ્રી કૃષ્ણ ને લખાયેલો પોતાના પ્રેમ નો એકરાર કરતો પત્ર દુનિયા નો પહેલો અને શ્રેષ્ઠ પ્રેમ પત્ર હશે . આજના મોબાઈલ અને ઇન્ટરનેટ ના જમાના માં  પ્રેમ પત્રો ભૂલી ગયા છે . મારા માટે તો ભૂલી ગયા ની જગ્યાએ ખોવાઈ ગયા શબ્દ જ યોગ્ય લાગે . મોબાઈલ કે  ઇન્ટરનેટ ની સ્પર્ધા સામે પત્રો  પોતાનું અસ્તિત્વા ટકાવી શક્ય નથી . પરંતુ  પ્રેમ પત્રો  માંથી આવતી પ્રિયપાત્ર  ના પ્રેમ મહેક આ  ડીજીટલ  કેરેક્ટેર્સ માં ક્યાં આવવાની? હવે તો પ્રેમ નો એકરાર કરવા માટે કિલો ના ભાવે પ્રિન્ટેડ કાર્ડ્સ વપરાય છે . એ ક્રિએટીવ પણ હોય છે , પરંતુ તેને પસંદ કરીને , ખરીદીને , અને પૈસા ચુકવવાની મહેનત સિવાય તમારું પોતાનું શું? જયારે પ્રેમ પત્ર લખવામાં આ જ તો મજા છે . ક્યાંક થી શોધી ને શાયરી લખવી , તેમાં સુગંધ આવે તે માટે ગુલાબ ની પાંખડી ઓ મુકવી ( so intersting  you  know !!!! ) અને પત્ર મોકલ્યા પછી સામેના પાત્ર નો પત્ર ( જવાબ ) આવે તેની રાહ માં તડપવું  . આ મજા sms  કે ગ્રીટિંગ કાર્ડ માં ક્યાં છે ?!!!!





            પહેલા પ્રેમ પત્રો લખવા એ સ્ટેટ્સ હતું આજે ગર્લફ્રેન્ડ રાખવી એ  સ્ટેટ્સ છે . પ્રેમ પત્રો લખી ને તેને દિલ ના કે પછી જૂદ જુદા સ્ટીકરો થી શણગારવાની મજા હતી . આજ ની જનરેશન ને પ્રેમપત્રો લખવા કરતા sms  કરવો વધુ સરળ અને સહેલો લાગતો હશે .

            એક એવો " પણ "સમય હતો .  જયારે પ્રેમપત્રો લખવા એ હિમત નું , મર્દાનગી નું કામ ગણાતું . કોલેજ માં સાથે ભણતી છોકરી જો પસંદ હોય તો તેની કોઈ બહાને  નોટસ માગવી અને તેમ પ્રેમ નો એકરાર કરતો પત્ર મૂકી પછી આપવી . કેટલી થ્રીલીંગ પ્રોસેસ હતી આ .  આજે  આ થ્રીલીંગ પ્રોસેસ હજી અનુભવી શકાય એનું સ્વરૂપ બદલાયું છે . આ જ થ્રિલ હવે અનુભવી શકાય છે છોકરી નો મોબાઈલ  નંબર માગવા માં  , ફેસબુક  પર એને ડેટ  માટે પ્રપોઝ કરવામાં, અને રાત્રે પથારી માં ગોદડું ઓઢી ફરી નાઈટ મિનીટ નો લાભ લેવામાં . અહીં માત્ર માધ્યમ નું સ્વરૂપ બદલાયું છે , પ્રેમ ની માત્ર નહિ . ટેકનોલોજી નો ઉપયોગ વધ્યો છે , પ્રિયપાત્ર પ્રત્યે નો પ્રેમ નથી ઘટ્યો . 


      અહીં અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ નો એક સીન યાદ આવે છે . જેમાંહીરો રણબીર કપૂર નો ફ્રેન્ડ તેને પોતાનો લવ લેટર  બતાવે છે . અને રણબીર તે જોઈ ને ચોંકે છે . કારણ કે તે લવ લેટર કોરો હોય છે। . રણબીર તેના  ફ્રેન્ડ ને કહે છે કે આ તો કોરો કાગળ છે . ત્યારે તેનો ફ્રેન્ડ ખુલાસામાં કહે છે કે  "એ જ તો ફીલિંગ્સ છે!!! ( અમે બંને એકબીજાની  લાગણીઓ સમજીએ છીએ પછી લખવાની શું જરુર???)

Wednesday, 9 January 2013

અમદાવાદ એટલે અમદાવાદ અને એટલે જ અમદાવાદ

                             અમદાવાદ  વિષે લખવાનું હોય કે બોલવાનું હોય પણ અમદાવાદ અને અમદાવાદી  ને જુદા પડી શકાય જ નહિ . અમદાવા દી  ઓની ઓળખ કંજૂસ તરીકેની છે , પરંતુ જયારે તમે તેને માણેકચોક માં નાસ્તાની જયાફત ઉડાવતો જુઓ કે પછી એસી રેસ્ટોરાં  માં બેસીને ડીનર કરતો જોઉં ત્યારે તમારી આ માન્યતા ખોટી હોવાનો તમને અહેસાસ થાય . 

                               અમદાવાદ એક જીવંત શહેર છે . એક સમય નું ભારતનું  માન્ચેસ્ટર  છે . તેથી જ મિસ્કીન કહે છે કે , " આ શહેર આળસુ નથી . તેને બીજા પાસેથી કામ કઢાવવાની આવડત છે . "  મિલ થી લઈને મોલ સુધી નું અમદાવાદ છે . એક માણેકચોક છે જ્યાં  સોની ધંધો કરે છે , રાત્રે નાસ્તાના  ખુમચાવાળ .એજ માણેકચોક ના નામ પર થી ખુલે છે માણેકચોક રેસ્ટોરાં . એવું અમદાવાદ છે . અમદાવાદ ની ઓળખ છે એની પોળો , એના રિક્ષાવાળાઓ, નાસ્તાના ખુમચાવાલાઓ .અમદાવાદ માં 600 પોલો છે .અહીં રિક્ષાવાળાઓ પગ થી જ સાઇડ  બતાવે છે, વાંક ભલે એનો હોય છતાં  તમને જ સંભળાવે છે . માન્ચેસ્ટર થી મેગસીટી  થયું છે અમદાવાદ .ટ્રામ  થી લઇ  ને brts સુધી પહોંચ્યું છે અમદાવાદ . અહીં ના સ્ટેડીઅમ  માં ક્રિકેટ નહિ ગરબા રમાય છે . નાની અમથી પોળો  માં પણ ક્રિકેટ રમાય છે . છતાં એજ અમદાવાદે ભારતને પાર્થિવ અને સ્મિત જેવા ક્રિકેટરો આપ્યા છે . સીદી  સૈયદ ની જાળી  વિનાનો અમદાવાદ નો ઉલ્લેખ અધુરો ગણાય। અમદાવાદ ના સૈયદ નામના સીદી  એ એક જ આખા  રેઅતાલ પથ્થર માંથી જાળી ની કોતરણી કરેલી છે . રીલીફ રોંદ એ આ શહેર નો પહેલો મોટો રોડ  હતો . જે શહેર ને રીલીફ આપવામાટે બનાવાયો હતો .  જ્યાં પચાસ રૂપિયા ની ધડીયાળ થી લઈને પચાસ હજાર નો મોબાઈલ  ફોન  પણ  મળે છે .


                          અહમદશાહ ના આ નગર માં શાહજહાં  અને બેગમ મુમ તાઝ પણ મહેમાન બની ચુક્યા છે .તો ભગવાન સ્વામી નારાયણ  અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ નિવાસ કરી ચુક્યા છે .આ શહેર ની ગઇકાલ સોનેરી હતી ને આવતી કાલ ચમકતી .  અહીં ભદ્રકાળી માતાનું મદિર પણ છે અને ચાલતા પીર ની દરગાહ પણ . પૂર્વ ના અમદાવાદીઓ પશ્ચિમ માં નોકરી કરવા જાય છે અને પશ્ચિમ  ના અમદાવાદી ઓ પૂર્વ માં નાસ્તા કરવા જાય છે . આમ આ મદાવાદ જોડાયેલું છે . અષાઢી બીજે અહીં ભગવાન જગન્નાથ પણ શેર માં ફર્વાનીકલે છે . અહીં સૌથી મોટું પાથરણાં બજાર છે . જ્યાં હિમાંલય  ની ઓશધિ  પણ વેચાય છે અને ચીનાઈ ની માટી ના કપ રકાબી પણ .  સાબરમતી ના સંત ની આ ભુમિ  છે . અહીં દિવસે ચાની કીટલી  અને સાંજે પાણીપુરી ની લારીઓ કદી  ખાલી જોવા મળતી નાથી  .  આ શેર કોન્ગ્રેસ વાદી  કે ભાજપવાદી  નથી પરંતુ મ વિટામીન વાદી  છે . સાયન્સ સીટી  , કાંકરિયા , અને  હવે તો સાબરમતી રિવર ફ્રન્ટ આ શહેર ની આગવી ઓળખ છે . અહીં નાત-જાત ના ભેદ નથી . અહીં ફક્ત એક નાત છે અમદાવાદી ની નાત . દાદુ, પાર્ટી ,બકા , બોસ  એ સહ્બ્દો આ શહેરનાં  tredmark છે . 

                         અમદાવાદ ની ઓળખ માં  પણ ના ગલ્લાઓ અને ઓટલા પરિષદો પણ છે . જ્યાં પણ ન ગલ્લાઓ ઉપર મસાલો મોઢાં  માં  નાખી ને  અમદાવાદીઓ શેર બજાર ની વાતો કરતા હોય છે  કે પછી રાજયસરકાર કે કેન્દ્ર સરકાર ના કરી શકતી  હોય તેવા નિર્ણયો તેઓ અહીં કરે  છે . ભારત મેચ જીતશે કે નહિ, તેનો નિર્ણય ટોસ ઉચાલાતા પહેલા તેઓ આપે છે .અને મેચ ના બીજા દીવસે પાછુ એનું વિવેચન પણ કરે છે . સચિને કે રમવું તેની સલાહ જેને કોઈ ઇદ્વાસ બેટ ના પકડ્યું હોય તે આપે છે ! !!! ક્રિકેટ  સિવાય નું બાકી બધુંય  ઓટલા પરિષદો મા ચર્ચાય છે . 

                           અમદાવાદ દરવાજો નું શહેર પણ છે . અહીં બધા મળી ને કુલ બાર દરવાજા છે। લાલ બસ   પણ આ શહેર ની એક ઓળખ છે . amts  ને  આ શહેર ના લોકોએ ' અમદાવાદ ની માથાફોડ  ટાંટિયાતોડ સર્વિસ ' ની ઉપમા આપી છે . તમે આ શહેર માં છેતરી શકો છો , અહીં તમારું ખિસ્સું પણ કાપી શકે છે . છતાં આ એક અદ્ભુત સ્થળ છે .આ અમદાવાદ હવે અર્બન થયું છે .  કાંકરિયા તળાવ મટી  ને કાંકરિયા કાર્નિવલ થયું છે . સાબરમતી નો કાંઠો મટીને  રીવરફ્રન્ટ થયું છે . અહીં ધમાલ છે છતાંય  શાંતિ છે . અહીં ઉચ્ચ મધ્યમ  ન લોકો માં રવિવારે રસોડા  બંધ નો રીવાજ છે . 


એટલે તો અમદાવાદ છે !!!!



             

                     

                   

Sunday, 6 January 2013

ભુલી નહિ શકુ

આમ તો આ કવિતા મારે વિદ્યાપીઠ માં બે વર્ષ પુરાકાર્યા પાછી લખવી જોઈતી , પણ અત્યારે બ્લોગ પર લખવાની અદમ્ય ઈચ્છા  હતી અને કઈ સુઝતું ના હતું તિએથી આ કવિતા લખી .



ભુલી નહિ  શકુ હું,
આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને,
ભૂલી નહિ શકું હું,
પાન્ડે જી ના એ ગુસ્સા ને અને તેમના પિતા જેવ વાત્સલ્યને,
અશ્વીન સર ની  મોઘમ રમૂજવૃત્તિ ને ,
પુનિતા મેમ  ના એ  વહાલ   ને,
ભુલી નહિ શકુ હું,
આયંગર સર  ના એ છટાદાર ભાષણો  ને,
નાયક સાહેબ ના  એ સંભારણા વાળા વાર્તાલાપો ને,
નટુ  કાકા ની એ પ્રાર્થના  સમય ની વાતોને,
ભુલી નહિ શકુ હું,
એ ક્લાસ રૂમ ને,
તેમાં રમેલા ગરબા ને ,
તેમાં કરેલી મસ્તીયો ને,
ભુલી નહિ શકુ હું,
હોસ્ટેલ ને મારી રૂમ ને,
એના મસ્તીભર્યા વાતાવરણ ને,
વિદ્યાપીઠ ના મેદાન ને,
જેમાંથી થોડું ઘણું વાંચ્યું  છે એ લાઈબ્રેરીને,
ભુલી નહિ શકુ હું,
મારા આ મિત્રો ને,
મારા આ હમદર્દો ને,
પદયાત્રા ના એ દિવસોને,
ભુલી નહિ શકુ હું,

આ વિદ્યાપીઠ ને,
એમાં વિતાવેલા મારી જીંદગી ના બે વર્ષ ને

Thursday, 3 January 2013

ભારત જાગો! વિશ્વ જગાવો!

ભારત માતાના થોડાંક અમૂલ્ય રત્નો જેવા કે  મહાત્મા ગાંધી , સરદાર, ભગત સિંહ, સ્વામી વિવેકાનંદ  વગેરેમાંથી સ્વામી વિવેકાનંદ ની સાર્ધ  શાતાબ્ધી (150 વર્ષ ) આ વરસે ઉજવાવા જઈ રહી છે . તેઓનો જન્મ 12 જાન્યુ . ના 1863 ના રોજ કોલકાતા માં થયો હતો તેથી 12 જાન્યુ . 2013 થી 12 જાન્યું . 2014 સુધી આ સાર્ધ શતાબ્દી ની જુદા જુદા સ્વરૂપે આખાય ભારત દેશ માં ઉજવણી થશે . આ શતાબ્દી ઉજવવાના મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદ ના સ્વપ્ન ના શ્રધ્ધાવાન શ્રદ્ધાવાન સંકલ્પ બદ્ધ  યુવાનોની શોધ અને રાષ્ટ્રીય શક્તિઓનું એકત્રીકરણ છે . આ સાર્ધ શતાબ્દી નિમિત્તે આખા ભારત દેશમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા  વિવિધ પ્રકારના નાનાં  મોટા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે . જે પ્રમાણે 12 જાન્યુ . ના રોજ અમદાવાદ માં આશ્રમ રોડ પર ભવ્ય શોભાયાત્રા નીકળશે . 18 જાન્યુ . ના રોજ 50,000 થી વધુ બાળકો સાબરમતી riverfront ખાતે સુર્યનામ્સ્કાર કરશે . આ ઉપરાંત  ' સિંહનાદ ' નામની વાંચન સ્પર્ધા  નું પણ આયોજન કરવામાં આવ્યું છે .

આ પ્રસંગે આપને બને તો આપનો થોડોક કીમતી સમય રાષ્ટ્રને આપીએ .




વધુ માહિતી માટે
www .vkendra .com  ની મુલાકાત   લો .


Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...