Thursday, 10 January 2013

પ્રેમ પત્રો vs . એસ એમ એસ

                                                  ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં,
                                                   ફૂલ નહિ મેરા દિલ હૈ,
                                                   પ્રિયતમ મેરે તુમ ભી લીખ ના ,
                                                   ક્યાં એ તુમ્હારે કબીલ હૈ,
                                                   પ્યાર છિપા હૈ ખત મેં ઇતના,
                                                   જીતને મેં  સાગર મેં મોતી 


              રુકમણી નો ભગવાન શ્રી કૃષ્ણ ને લખાયેલો પોતાના પ્રેમ નો એકરાર કરતો પત્ર દુનિયા નો પહેલો અને શ્રેષ્ઠ પ્રેમ પત્ર હશે . આજના મોબાઈલ અને ઇન્ટરનેટ ના જમાના માં  પ્રેમ પત્રો ભૂલી ગયા છે . મારા માટે તો ભૂલી ગયા ની જગ્યાએ ખોવાઈ ગયા શબ્દ જ યોગ્ય લાગે . મોબાઈલ કે  ઇન્ટરનેટ ની સ્પર્ધા સામે પત્રો  પોતાનું અસ્તિત્વા ટકાવી શક્ય નથી . પરંતુ  પ્રેમ પત્રો  માંથી આવતી પ્રિયપાત્ર  ના પ્રેમ મહેક આ  ડીજીટલ  કેરેક્ટેર્સ માં ક્યાં આવવાની? હવે તો પ્રેમ નો એકરાર કરવા માટે કિલો ના ભાવે પ્રિન્ટેડ કાર્ડ્સ વપરાય છે . એ ક્રિએટીવ પણ હોય છે , પરંતુ તેને પસંદ કરીને , ખરીદીને , અને પૈસા ચુકવવાની મહેનત સિવાય તમારું પોતાનું શું? જયારે પ્રેમ પત્ર લખવામાં આ જ તો મજા છે . ક્યાંક થી શોધી ને શાયરી લખવી , તેમાં સુગંધ આવે તે માટે ગુલાબ ની પાંખડી ઓ મુકવી ( so intersting  you  know !!!! ) અને પત્ર મોકલ્યા પછી સામેના પાત્ર નો પત્ર ( જવાબ ) આવે તેની રાહ માં તડપવું  . આ મજા sms  કે ગ્રીટિંગ કાર્ડ માં ક્યાં છે ?!!!!





            પહેલા પ્રેમ પત્રો લખવા એ સ્ટેટ્સ હતું આજે ગર્લફ્રેન્ડ રાખવી એ  સ્ટેટ્સ છે . પ્રેમ પત્રો લખી ને તેને દિલ ના કે પછી જૂદ જુદા સ્ટીકરો થી શણગારવાની મજા હતી . આજ ની જનરેશન ને પ્રેમપત્રો લખવા કરતા sms  કરવો વધુ સરળ અને સહેલો લાગતો હશે .

            એક એવો " પણ "સમય હતો .  જયારે પ્રેમપત્રો લખવા એ હિમત નું , મર્દાનગી નું કામ ગણાતું . કોલેજ માં સાથે ભણતી છોકરી જો પસંદ હોય તો તેની કોઈ બહાને  નોટસ માગવી અને તેમ પ્રેમ નો એકરાર કરતો પત્ર મૂકી પછી આપવી . કેટલી થ્રીલીંગ પ્રોસેસ હતી આ .  આજે  આ થ્રીલીંગ પ્રોસેસ હજી અનુભવી શકાય એનું સ્વરૂપ બદલાયું છે . આ જ થ્રિલ હવે અનુભવી શકાય છે છોકરી નો મોબાઈલ  નંબર માગવા માં  , ફેસબુક  પર એને ડેટ  માટે પ્રપોઝ કરવામાં, અને રાત્રે પથારી માં ગોદડું ઓઢી ફરી નાઈટ મિનીટ નો લાભ લેવામાં . અહીં માત્ર માધ્યમ નું સ્વરૂપ બદલાયું છે , પ્રેમ ની માત્ર નહિ . ટેકનોલોજી નો ઉપયોગ વધ્યો છે , પ્રિયપાત્ર પ્રત્યે નો પ્રેમ નથી ઘટ્યો . 


      અહીં અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ નો એક સીન યાદ આવે છે . જેમાંહીરો રણબીર કપૂર નો ફ્રેન્ડ તેને પોતાનો લવ લેટર  બતાવે છે . અને રણબીર તે જોઈ ને ચોંકે છે . કારણ કે તે લવ લેટર કોરો હોય છે। . રણબીર તેના  ફ્રેન્ડ ને કહે છે કે આ તો કોરો કાગળ છે . ત્યારે તેનો ફ્રેન્ડ ખુલાસામાં કહે છે કે  "એ જ તો ફીલિંગ્સ છે!!! ( અમે બંને એકબીજાની  લાગણીઓ સમજીએ છીએ પછી લખવાની શું જરુર???)

1 comment:

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...