ભારત માતાના થોડાંક અમૂલ્ય રત્નો જેવા કે મહાત્મા ગાંધી , સરદાર, ભગત સિંહ, સ્વામી વિવેકાનંદ વગેરેમાંથી સ્વામી વિવેકાનંદ ની સાર્ધ શાતાબ્ધી (150 વર્ષ ) આ વરસે ઉજવાવા જઈ રહી છે . તેઓનો જન્મ 12 જાન્યુ . ના 1863 ના રોજ કોલકાતા માં થયો હતો તેથી 12 જાન્યુ . 2013 થી 12 જાન્યું . 2014 સુધી આ સાર્ધ શતાબ્દી ની જુદા જુદા સ્વરૂપે આખાય ભારત દેશ માં ઉજવણી થશે . આ શતાબ્દી ઉજવવાના મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદ ના સ્વપ્ન ના શ્રધ્ધાવાન શ્રદ્ધાવાન સંકલ્પ બદ્ધ યુવાનોની શોધ અને રાષ્ટ્રીય શક્તિઓનું એકત્રીકરણ છે . આ સાર્ધ શતાબ્દી નિમિત્તે આખા ભારત દેશમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા વિવિધ પ્રકારના નાનાં મોટા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે . જે પ્રમાણે 12 જાન્યુ . ના રોજ અમદાવાદ માં આશ્રમ રોડ પર ભવ્ય શોભાયાત્રા નીકળશે . 18 જાન્યુ . ના રોજ 50,000 થી વધુ બાળકો સાબરમતી riverfront ખાતે સુર્યનામ્સ્કાર કરશે . આ ઉપરાંત ' સિંહનાદ ' નામની વાંચન સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે .
આ પ્રસંગે આપને બને તો આપનો થોડોક કીમતી સમય રાષ્ટ્રને આપીએ .
www .vkendra .com ની મુલાકાત લો .
આ પ્રસંગે આપને બને તો આપનો થોડોક કીમતી સમય રાષ્ટ્રને આપીએ .
વધુ માહિતી માટે
www .vkendra .com ની મુલાકાત લો .
No comments:
Post a Comment