અમદાવાદ વિષે લખવાનું હોય કે બોલવાનું હોય પણ અમદાવાદ અને અમદાવાદી ને જુદા પડી શકાય જ નહિ . અમદાવા દી ઓની ઓળખ કંજૂસ તરીકેની છે , પરંતુ જયારે તમે તેને માણેકચોક માં નાસ્તાની જયાફત ઉડાવતો જુઓ કે પછી એસી રેસ્ટોરાં માં બેસીને ડીનર કરતો જોઉં ત્યારે તમારી આ માન્યતા ખોટી હોવાનો તમને અહેસાસ થાય .
અમદાવાદ એક જીવંત શહેર છે . એક સમય નું ભારતનું માન્ચેસ્ટર છે . તેથી જ મિસ્કીન કહે છે કે , " આ શહેર આળસુ નથી . તેને બીજા પાસેથી કામ કઢાવવાની આવડત છે . " મિલ થી લઈને મોલ સુધી નું અમદાવાદ છે . એક માણેકચોક છે જ્યાં સોની ધંધો કરે છે , રાત્રે નાસ્તાના ખુમચાવાળ .એજ માણેકચોક ના નામ પર થી ખુલે છે માણેકચોક રેસ્ટોરાં . એવું અમદાવાદ છે . અમદાવાદ ની ઓળખ છે એની પોળો , એના રિક્ષાવાળાઓ, નાસ્તાના ખુમચાવાલાઓ .અમદાવાદ માં 600 પોલો છે .અહીં રિક્ષાવાળાઓ પગ થી જ સાઇડ બતાવે છે, વાંક ભલે એનો હોય છતાં તમને જ સંભળાવે છે . માન્ચેસ્ટર થી મેગસીટી થયું છે અમદાવાદ .ટ્રામ થી લઇ ને brts સુધી પહોંચ્યું છે અમદાવાદ . અહીં ના સ્ટેડીઅમ માં ક્રિકેટ નહિ ગરબા રમાય છે . નાની અમથી પોળો માં પણ ક્રિકેટ રમાય છે . છતાં એજ અમદાવાદે ભારતને પાર્થિવ અને સ્મિત જેવા ક્રિકેટરો આપ્યા છે . સીદી સૈયદ ની જાળી વિનાનો અમદાવાદ નો ઉલ્લેખ અધુરો ગણાય। અમદાવાદ ના સૈયદ નામના સીદી એ એક જ આખા રેઅતાલ પથ્થર માંથી જાળી ની કોતરણી કરેલી છે . રીલીફ રોંદ એ આ શહેર નો પહેલો મોટો રોડ હતો . જે શહેર ને રીલીફ આપવામાટે બનાવાયો હતો . જ્યાં પચાસ રૂપિયા ની ધડીયાળ થી લઈને પચાસ હજાર નો મોબાઈલ ફોન પણ મળે છે .
અહમદશાહ ના આ નગર માં શાહજહાં અને બેગમ મુમ તાઝ પણ મહેમાન બની ચુક્યા છે .તો ભગવાન સ્વામી નારાયણ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર પણ નિવાસ કરી ચુક્યા છે .આ શહેર ની ગઇકાલ સોનેરી હતી ને આવતી કાલ ચમકતી . અહીં ભદ્રકાળી માતાનું મદિર પણ છે અને ચાલતા પીર ની દરગાહ પણ . પૂર્વ ના અમદાવાદીઓ પશ્ચિમ માં નોકરી કરવા જાય છે અને પશ્ચિમ ના અમદાવાદી ઓ પૂર્વ માં નાસ્તા કરવા જાય છે . આમ આ મદાવાદ જોડાયેલું છે . અષાઢી બીજે અહીં ભગવાન જગન્નાથ પણ શેર માં ફર્વાનીકલે છે . અહીં સૌથી મોટું પાથરણાં બજાર છે . જ્યાં હિમાંલય ની ઓશધિ પણ વેચાય છે અને ચીનાઈ ની માટી ના કપ રકાબી પણ . સાબરમતી ના સંત ની આ ભુમિ છે . અહીં દિવસે ચાની કીટલી અને સાંજે પાણીપુરી ની લારીઓ કદી ખાલી જોવા મળતી નાથી . આ શેર કોન્ગ્રેસ વાદી કે ભાજપવાદી નથી પરંતુ મ વિટામીન વાદી છે . સાયન્સ સીટી , કાંકરિયા , અને હવે તો સાબરમતી રિવર ફ્રન્ટ આ શહેર ની આગવી ઓળખ છે . અહીં નાત-જાત ના ભેદ નથી . અહીં ફક્ત એક નાત છે અમદાવાદી ની નાત . દાદુ, પાર્ટી ,બકા , બોસ એ સહ્બ્દો આ શહેરનાં tredmark છે .
અમદાવાદ ની ઓળખ માં પણ ના ગલ્લાઓ અને ઓટલા પરિષદો પણ છે . જ્યાં પણ ન ગલ્લાઓ ઉપર મસાલો મોઢાં માં નાખી ને અમદાવાદીઓ શેર બજાર ની વાતો કરતા હોય છે કે પછી રાજયસરકાર કે કેન્દ્ર સરકાર ના કરી શકતી હોય તેવા નિર્ણયો તેઓ અહીં કરે છે . ભારત મેચ જીતશે કે નહિ, તેનો નિર્ણય ટોસ ઉચાલાતા પહેલા તેઓ આપે છે .અને મેચ ના બીજા દીવસે પાછુ એનું વિવેચન પણ કરે છે . સચિને કે રમવું તેની સલાહ જેને કોઈ ઇદ્વાસ બેટ ના પકડ્યું હોય તે આપે છે ! !!! ક્રિકેટ સિવાય નું બાકી બધુંય ઓટલા પરિષદો મા ચર્ચાય છે .
અમદાવાદ દરવાજો નું શહેર પણ છે . અહીં બધા મળી ને કુલ બાર દરવાજા છે। લાલ બસ પણ આ શહેર ની એક ઓળખ છે . amts ને આ શહેર ના લોકોએ ' અમદાવાદ ની માથાફોડ ટાંટિયાતોડ સર્વિસ ' ની ઉપમા આપી છે . તમે આ શહેર માં છેતરી શકો છો , અહીં તમારું ખિસ્સું પણ કાપી શકે છે . છતાં આ એક અદ્ભુત સ્થળ છે .આ અમદાવાદ હવે અર્બન થયું છે . કાંકરિયા તળાવ મટી ને કાંકરિયા કાર્નિવલ થયું છે . સાબરમતી નો કાંઠો મટીને રીવરફ્રન્ટ થયું છે . અહીં ધમાલ છે છતાંય શાંતિ છે . અહીં ઉચ્ચ મધ્યમ ન લોકો માં રવિવારે રસોડા બંધ નો રીવાજ છે .
No comments:
Post a Comment