Wednesday 23 January 2013

ઘર

" ઘર ..... આ શબ્દ નો પ્રત્યેક ના જીવન માં એક જાદુ છે . એની એક મોહિની છે . મારું ઘર તે મારું . '
                                                                                                      - સુરેશ દલાલ 



                      ઘર એટલે શું ? ચાર દીવાલો , ચાત , થોડીક ઉપયોગી ચીજ વસ્તુઓ અને રાચરચીલું? શું આ બધા થી ઘર બની જાય? ચાર દીવાલો , છત , આ બધા ને ઘર બનાવવા  માટે પોતાના માણસો ની હુંફ જોઈએ , પ્રેમ જોઈએ . ઘર ની મહત્તા ત્યારેજ સંજય જયારે માનસ ઘર થી દુર હોય . જેમ કે , મને મારા ઘરે પહેલા અમુક વસ્તુઓ નહોતી ગમતી . પરંતુ હવે થોડીક ખામીઓ ચતાય મને મારું ઘર પહેલા કરતાય વધુ ગમે છે . કારણ કે છેલ્લા સાત મહિના થી હું હોસ્ટેલ માં રહું ચુ . સુ . દ . તેમના પુસ્તક ' ધરતી  નો છેડો ઘર 'ની પ્રસ્તાવના માં કહે છે કે , " જયારે મને કોઈ તેમના ઘર નું નામ રાખવા માટે નામ પૂછે , ત્યારે મને તો બે જ શબ્દો યાદ આવે છે . 'હાશ ' અને 'નિરાંત ' . " સો ટકા સાચી વાત છે સાહેબ . પેલી કહેવત છે ની ' માં તે માં , બીજા બધ વગડા ના વ ' એમ ઘર માટે આવી જ કોઈ કહેવત હોવી જોઈએ .કોઈ નું મનગમતું ઘર કેવું હોય ? 3 કે 4 બેડરૂમ , કિંગ સાઈઝ બેડ વગેરે વગેરે ...... નો સમાવેશ થાય તેવું હોય !!!!!1 તો બીજકોઈ માટે બે રૂમ રસોડું , આગળ ફળિયું , થોડા ફૂલ-છોડ  વાવી શકાય તેવી જગ્યા ..... પરંતુ માણસે માણસે તેની જરૂરિયાત પ્રમાણે ઘર ની વ્યાખ્યા બદલાય છે . ' આદર્શ ઘર ' કેવું હોય તેની વ્યાખ્યા કદાચ કોઈ નહિ આપી શકે . 


   

                            

                                      ઘર પોતાનું હોય એ જરૂરી નથી પરંતુ ઘર ના લોકઓ પોતાના હોય એ જરૂરી છે . ઘર . એને ફક્ત સમજી શકાય .આ જગત નો સૌથી સફળ લેખક કેગ્યની વક્તા પણ તેને કદાચ વર્ણવી ન શકે . ઘર ની બહાર જઈએ ને ( ક્યાંય ફરવા કે પ્રવાસે ) ત્યારે થોડાક દા'ડા મજા આવે . પરંતુ પાછા ઘરે આવવાની ઈચ્છા તો થાય જ  . વિશ્વ માં એવા કેટલાક લોકો પણ છે જે નદી ની વચ્ચે ખડકો પર  કે પછી કુદરત ની વચ્ચે રહેવા માટે ટ્રી હાઉસ બાંધે છે . જે ને  જ્યાં સૌથી વધુ ગમે તે જગ્યા એ  ઘર બાંધે . પરંતુ ઘર તો બદલાય પણ ખરાં . હા , વાત સાચી ઘર તો બદલાય પણ લાગણી તો ન બદલાય ને .

                    આપણ ને ટીન એજ માં કે યુવાની માં એવું થાય કે આપનું પોતાનું ઘર હોય , ને બહાર આપના નામ ની નેમ પ્લેટ હોય। એવી લગભગ બધાજ જુવાનિયાની ઈચ્છા હોય  . 

                     બાળકો થી લઈને વૃધ્ધો સુઘી દરેક ને પોતાના ઘર માં કૈંક જુદા જુદા સંભારણા હોય , કોઈ ના માટે પુત્ર નો જન્મ તો , કોઈ ના માટે પોતાનો પ્રથમ પગાર . દરેક ને પોતાન ઘર માં એક ગમતી જગ્યા પણ હોય , જ્યાં તેને પોતાને સૌથી વધુ ખુશ હોય કે દુખી હોય ત્યારે બેસવાનું ગમતું હોય .

                  10*10 ની રૂમ હોય કે 4 બેડરૂમ નો વૈભવી વિસ્તાર નો ફ્લેટ ,  પણ ઘર એ ઘર .





જે ઘર માં હું હરુફરું ,
ને ખાઉં પીઉં 
ને ખત મીઠા કૈ ઝઘડાઓ ભાયા છલોછલ સમય તરુણ 
એ ઘરની આ દીવાલ પર 
હર જડેલા ફોટા થઇ ને નાઠો , લટકવું મારે , -
નથી અટકવું મારે ;
ઘરે આંગણે ઝાડ , 
ત્યહીં હું અદીઠ હવાનો ઝોકો થઇ  ને ઝૂ મી રહું 
અને ઉંબરે પ્રભાત નો હું તડકો થઇ ફેલાઈ જી ને ચૂમી રહું 
વળી સાંજ ના દીવા ટાણે ,
આછો સો - અંધાર થઇ રેલાઈ જઉં 
અને રાતના 
ઓશીકાની પાસ પારીજાત નો સુરભિત થઇ ને ચ્મી રહું 
ને જી સમય ની પર સમયમાં હરું  ફરું

                                                   -  સુ.દ.  

No comments:

Post a Comment

Priyanka Chopraને વાંદરાએ લાફો મારી દીધો, ફિલ્મ જેવી ઘટના બની હકીકત!

                તમને Housefull ફિલ્મનો પેલો સીન યાદ છે? જ્યારે ફિલ્મમાં વાંદરો દીપિકા પાદુકોણનો મોબાઈલ લઈને જતો રહે છે, અને અક્ષયકુમાર દીપિક...